દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ગરબાડા APMC ના ચેરમેન અજીતસિંહ રાઠોડની અંતિમયાત્રા દરમિયાન સમગ્ર ગરબાડા પંથકમાં શોક સાથે સન્નાટો

0
79

ગઇ કાલ તા.૦૩/૧૦/૨૦૧૯ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના ગરબાડાથી શરૂ થનારી “ગાંધી સંકલ્પ યાત્રા” દરમ્યાન દાહોદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ગરબાડા APMC ના ચેરમેન અજીતસિંહ રાઠોડનું પદયાત્રા દરમ્યાન હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.તેમની અંતિમ યાત્રા આજે તા.૦૪/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે અંદાજે સાડા દશ કલાકે નીકાળવામાં આવી હતી. જેમાં રાજકીય આગેવાનો સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ગરબાડા નગરના તમામ લોકોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી અજીતસિંહ રાઠોડની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને નગરજનોએ ગરબાડા નગરના અગ્રણી, રાજકીય આગેવાન અને સેવાભાવી નામના ધરાવતા અજીતસિંહ રાઠોડને અશ્રુભીની વિદાય આપી શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here