દાહોદ જિલ્લા ભાજપ ડોક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા જિલ્લાભરમાં 500 થી વધુ સગર્ભા બહેનોની નિઃશુલ્ક સોનોગ્રાફી અને અન્ય તપાસ કરવાના કેમ્પો યોજાયા

0
24

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS ME

આજે તા.૧૫/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં બીજેપી ડોક્ટર સેલ દ્વારા સગર્ભા માતાઓની નિઃશુલ્ક સોનોગ્રાફી તપાસ કેમ્પ સવારના ૦૯:૦૦ વાગ્યા થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી યોજાયો હતો.

આ સગર્ભા માતાઓની સોનોગ્રાફી અને અન્ય તપાસ કેમ્પમાં
(૧) જનની હોસ્પિટલ, ઝાલોદ રોડ, દાહોદ (ડો.કે.આર. ડામોર) (૨) ન્યુ હોપ હોસ્પિટલ, ગોવિંદ નગર, દાહોદ. (ડો. કેતન પટેલ અને ડો. હેતલ પટેલ, (૩) મહેર હોસ્પિટલ, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ (ડો. ભૈરવસિંહ ગોહિલ), (૪) દર્પણ હોસ્પિટલ, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ (ડો. મિત શાહ), (૫) મહાવીર હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ. (ડો અનુબેન શાહ), (૬) ફકરી હોસ્પિટલ, પડાવ, દાહોદ (ડો. તસનીમ વોરા), (૭) ડીવાઈન હોસ્પિટલ, ટેલીફોન ઓફિસ સામે, દાહોદ (ડો પ્રતિક બામણ), (૮) સુધીર ઈમેજીગ સેન્ટર, કતવારા (ડો. સોનલ બામણ), (૯) મનશ્લોક હોસ્પિટલ, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ (ડો મેધા બારીઆ), (૧૦) એક્સ રે હાઉસ, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ (ડો. શિવાની ચૌધરી), (૧૧) સુધીર ઈમેજીગ સેન્ટર, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ (ડો. સુધીર લબાના), (૧૨) માં વુમન્સ હોસ્પિટલ, દાહોદ રોડ, લીમડી (ડો. અનિલ બારીઆ), (૧૩) પુજા હોસ્પિટલ, ભરત ટાવeર પાસે, ઝાલોદ (ડો. સોનલ દેસાઈ), (૧૪) મહીપ હોસ્પિટલ, ગામડી ચાર રસ્તા, બાંસવાડા રોડ, ઝાલોદ (ડો. ધર્મેન્દ્ર અગ્રવાલ), (૧૫) આર્ય હોસ્પિટલ, ફતેપુરા (ડો. રોહિત ડામોર) (૧૬) શારદા હોસ્પિટલ, સંજેલી (ડો વિપુલ વાળા), (૧૭) સંજીવની હોસ્પિટલ, દેવગઢ બારિયા, (ડો.હર્ષદ ચૌહાણ) (૧૮) દાહોદ ઈમેજીગ સેન્ટર, દર્પણ ટોકીઝ રોડ, દાહોદ. (ડો કુંદા વાલા.) (૧૯) નીલ હોસ્પિટલ, દાહોદ રોડ, લીમખેડા (ડો. ઉમેશ સથવારા) જેવા ડોક્ટર એ પોતાના હોસ્પિટલમાં સોનોગ્રાફી અને અન્ય તપાસ ફ્રી માં કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આજે તા. ૧૫/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ ગુજરાત ભાજપા અને ગુજરાત પ્રદેશ ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સગર્ભા માતાઓની નિઃશુલ્ક સોનોગ્રાફી તપાસ કરીને એક નવો કિર્તિ માન બનાવવા જઈ રહ્યો છે..  ત્યારે આ તપાસ કેમ્પમાં વધારે માં વધારે સગર્ભા બહેનોની તપાસ થઈ જે એક નવો કીર્તિમાન રેકોર્ડ સર્જાયો એક ગૌરવશાળી બાબત છે.

આ તપાસ કેમ્પમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, પ્રશાંત દેસાઈ અને જિલ્લા ભાજપ મહિલા પાંખના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here