Monday, November 11, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક પ્રેસમિટનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક પ્રેસમિટનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયારના માર્ગદર્શન હેઠળ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા. 17 સપ્ટેમ્બર 2022 ને શનિવાર ના રોજ ભાજપ યુવા મોરચા દ્વારા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન નિમિત્તે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર દાહોદ ભાજપ યુવા મોર્ચાના બારે બાર મંડળો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ ભાજપ યુવા મોરચાના મંડળ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે, કે મોટી સંખ્યામાં રક્તદાન કરે અને જન કલ્યાણના કાર્યમાં મદદરૂપ થાય તથા ૨૫ સપ્ટેમ્બર 2022 ના રોજ પંડિત દિન દયાલજી ના જન્મદિવસ નિમિત્તે બારે બાર મંડળો દ્વારા વૃક્ષારોપણનું આયોજન પણ રાખવામાં આવેલ છે દરેક મંડળ દ્વારા 100 વૃક્ષો રોપણનું આયોજન કરવામાં આવશે અને તેનું સારી રીતે જતન થાય તે માટે વૃક્ષોને સરકારી બિલ્ડીંગની આસપાસ, મંદિરો જેવી જગ્યાઓ પર વૃક્ષારોપણનો  રાખવામાં આવેલ છે સાથે સાથે એક મેરેથોન દોડનું આયોજન પણ રાખવામાં આવેલ છે જે નવી જે પણ નવીન સરકારી બિલ્ડીંગ હશે ત્યાંથી બીજી કોઈ સરકારી બિલ્ડીંગ સુધી આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે જેમાં સહભાગી થવા દાહોદ જિલ્લા તથા શહેરના જનતાને આમાં ભાગ લેવા  આ કરવામાં આવી હતી
આ પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોહિત ડામોર તથા દાહોદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી અલય દરજી તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થીત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments