દાહોદ જિલ્લાના જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની રચના કરવામાં આવી. જે આજે તા.૧૩/૦૯/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ ખાતે દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભામાં સંચાલન મંડળ પ્રમુખ ગોપાલભાઈ ધાનકા, કલસિંગભાઈ મેડા તથા નિકુંજભાઈ મેડાની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને મહામંત્રી નીલકંઠભાઈ ઠક્કર તથા તેમજ ફતેપુરા તાલુકાના વાંગડ ગામના નિવાસી અને ફતેપુરામાં જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા એવા હિતેશકુમાર જાલુભાઈ પારગીની દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘમાં મંત્રી તરીકેની વરણી કરવામાં આવી. આ બાબતેે સામાન્ય સભાના દરેક સભ્યોએ પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર, મહામંત્રી નીલકંઠભાઈ ઠક્કર અને મંત્રી હિતેશભાઈ પારગીને ખૂબ ખૂબભિનંદન પાઠવ્યા હતા
દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની રચના કરવામાં આવી
RELATED ARTICLES