દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના નોકરીદાતા અને રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

0
399
નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દેશ સહિત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. તેવા સમયે રોજગાર વાંચ્છુ યુવાનો ઘરમાં સુરક્ષિત રહીને જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા મેળવે તે આશયથી રોજગાર કચેરી દાહોદ દ્વારા કચેરીનો હેલ્પ લાઈન નંબર જાહેર કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના કારકિર્દી ઘડતર માટે રોજગારીની તકો, સ્વ રોજગારીની તકો, આર્મી, નેવી, એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સમાં ભરતી અંગેની માહિતી, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમમાં જોડાવા અંગેની માહિતી વગેરે વિના મૂલ્યે પુરી પાડવા રોજગાર કચેરીનાં મોડેલ કેરિયર કાઉન્સેલર દ્વારા જાહેર રજા સિવાયના દિવસે સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૦૬:૧૦ કલાક દરમિયાન ટેલી કાઉન્સેલિંગ સેવા દ્વારા વિના મૂલ્યે મદદ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ જિલ્લાના નોકરી દાતા (એમ્પ્લોયર) ખાનગી એકમ ઉદ્યોગમાં માનવ બળ જરૂરિયાત મુજબનાં માનવ બળ (મેન પાવર) પુરો પાડવા, ખાલી પડેલ જગ્યાઓ ભરવા, ભરતી પ્રક્રિયા માટે નામોની યાદી પુરી પાડવા તેમજ સી.એન.વી. એક્ટ ૧૯૫૯ અન્વયે ત્રિમાસિક, છ માસિક ૮૫ ટકા સ્થાનિક રોજગાર અધિકારી દ્વારા વિનામૂલ્યે જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા લેવા માગતા ઉમેદવારો અને નોકરીદાતા એ પોતાનું પૂરું નામ, સરનામું, ઈમેલ આઇડી અને કોન્ટેક નંબર, સેવા નામની વિગત સાથે કચેરીના ઇમેલ આઇડી dee-dah@gujarat.gov.in પર ઈમેઈલ કરવા અથવા કચેરીના લેન્ડલાઈન નંબર ૦૨૬૭૩ -૨૩૯૧૫૯ ઉપર જાહેર રજા સિવાયના દિવસોમાં કોલ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here