દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા કાળીડુંગરી ખાતે યોજાઈ

0
190

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સામાન્ય સભા કાળીડુંગરી પ્રાથમિક શાળામાં રાજ્ય શૈક્ષિક સંઘના ઉપાધ્યક્ષ સરદારભાઈ મછાર. જિલ્લા સંઘના અધ્યક્ષ બળવંત ડાંગર. મંત્રી નિતેશભાઈ પટેલની અધ્ક્ષતામાં યોજાઈ.

જિલ્લા સંઘની સામાન્ય સભાનું શરૂઆત ગલવન ઘાટીમાં શહીદ થયેલ શહીદોના માનમા મૌન અને ત્યારબાદ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ જિલ્લા કક્ષાના નાણાંકીય હિસાબો અને ગત વર્ષનું પ્રોસેડિંગ વાંચવામાં આવ્યું અને ત્યાર પછી તાલુકા સંઘના નાણાકીય હિસાબો રજુ કરવામાં આવ્યા. કોવિડ – 19 અંતર્ગત થયેલ વિવિધ સેવાના કર્યો અને ત્યાર બાદ જિલ્લા અને તાલુકા કક્ષાના વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી. જેમાં ઉચ્ચતર પગાર ધોરણ. સી.પી.એફ. સર્વિસ બુક જેવા વિવિધ પ્રશ્નો અંગે વિચારવિમર્સ કરવામાં આવ્યો અને તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય તેવું નક્કર આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું. ત્યાર બાદ નવા સભ્યો માટેનું નવતર આયોજન કરવામાં આવ્યું તથા સંગઠન મજબૂત હાકલ કરવામાં આવી. સામાન્ય સભામાં મોટી સંખ્યામાં તમામ તાલુકાના હોદ્દેદારો, સભ્યો હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here