દાહોદ જિલ્લા શ્રમઅધિકારી દ્વારા ફતેપુરામાં એક જ્યુસ સેન્ટરવાળાના ત્યાં દરોડા : બાળમજૂરી અટકાવવા પગલાં ભરવામાં આવ્યા

0
90

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના અમૃત જ્યુસ સેન્ટર વાળાને ત્યાં દાહોદ જિલ્લા શ્રમઅધિકારી દ્વારા રેડ કરાતા આ જ્યૂસ સેન્ટરમાં બાળ મજૂરી કરતા બાળકને તેને ત્યાંથી ડિટેન કરી આ બાળકને તેના માતા પિતાને પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરામાં દાહોદ જિલ્લા શ્રમઅધિકારી તેમજ સ્ટાફ દ્વારા રેડ કરી તપાસ કરતા ફતેપુરામાં ભરતભાઈ વિનુભાઈ સોલંકી કે જે અમૃત જ્યુસ સેન્ટર, અંબા માતાના મંદિરની પાસે ચલાવે છે તેઓ બાળ મજૂર રાખી મજૂરી કામ કરાવે છે તેવું માલુમ પડેલ જેથી જિલ્લા શ્રમ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા રેડ કરતા બાળ શ્રમિક વિકેલભાઈ પ્રવીણભાઈ ચમાર  ઉ.વ.-૧૨ ના નું નિવેદન લઇ તેને મુક્ત કરાવી અને તેમના વાલીને ફતેપુરા પોલીસને સોંપવામાં આવેલ છે અને ભરતભાઈ સોલંકીએ બાળ મજૂરી કરાવી બાળ અને તરુણ પ્રતિબંધ અને નિયમ સુધારા કાયદો 1986 ની કાયદા કલમ 3 મુજબ ગુનો કરેલ હોય સદર કાયદાની કલમ 14 (1) હેઠળ ગુનો કરેલ હોઈ તેની તપાસ થવા બાબત જિલ્લા શ્રમ અધિકારી પ્રિયંકાબેન બારીયાએ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here