દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગણેશ અને તાજીયાના વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0
189

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ના છાપરી ખાતે આવેલ દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં ગણેશ અને તાજીયા ના વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ. આ બેઠક શરૂ થવાની સાથે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી એ કહ્યું હતું કે ભૂતકાળમાં ગયા વર્ષે જે વિસર્જન અંગે નિયમો અને ધારાધોરણોનો સૂચન કર્યુ હતું કે ગયા વર્ષે આપણે ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ તથા તેની લંબાઈ અને પહોળાઈ ઓછી હોવી જોઈએ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ ના ડેસીબલ ઓછા રાખવા અને ખાસ કરીને તળાવમાં જે ડેવલપમેન્ટ થવાનું છે સ્માર્ટ સિટીને લીધે એટલે કે હવે કોઈ વૈકલ્પિક રૂપે દાહોદમાં છાબતળાવ સિવાય અન્ય કોઇ જગ્યાએ કાયમી વિસર્જન થવી જોઈએ કે જેનામાં ગણેશજીની મૂર્તિઓનું અને તાજિયાનું વિસર્જન કરી શકાય અને એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એક બાજુ ગણેશજીની મૂર્તિઓનું અને એક બાજુ તાજિયાનું વિસર્જન થાય. તેના માટે પ્લાનિંગ કરીને તેની વ્યવસ્થા કરી દેવી જોઈએ. આ વર્ષે તળાવમાં વિસર્જન થાય તેનાથી વાંધો નથી પરંતુ આવતા વર્ષ માટે તેનું એક પ્લાનિંગ કરીને અમલમાં મૂકી દેવું જોઈએ.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરે કહ્યું હતું કે શહેરની શાંતિ આ બંને કાર્યક્રમ અંતર્ગત ડહોળાઈ નહીં તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની કેફી પદાર્થો પીને કરવામાં આવતી મગજમારી ચલાવી લેવામાં આવશે નહીં અને તેના પર કડક પગલાં લઇને તેને ડામી દેવામાં આવશે અને વિસર્જનમાં કોઈપણ જાતનો કાંકરીચાળો કે કોઈપણ જાતની મગજમારી ચલાવી લેવામાં આવશે નહીં.

જ્યાંરે શહેરના આગેવાનોમાં નલિનકાંત મોઢિયાએ રજૂઆત કરી કે કાયમી ધોરણે જો વિસર્જન કરવાનો થતું હોય તો તેનું પ્લાનિંગ નગરપાલિકા દ્વારા જે છાબ તળાવ છે તેના આવણાની બાજુમાં કાયમી ધોરણે તેનું ડેવલપમેન્ટ કરી અને આવણાની જગ્યાએ બાજુમાં એક કુત્રિમ તળાવ બનાવી પાણી ભેગું કરીને કાયમ માટે વિસર્જન કરી શકાય તેવી જગ્યા છે આ વાતને દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ધ્યાનમાં રાખી દાહોદ S.D.M. તેમજ Dy.S.P. ને આ અંગે સ્થળની સમિતિ બનાવી ટીમ લઈ જઈ સ્થળની સમીક્ષા કરી રિપોર્ટ આપવા માટે જણાવ્યું.

દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ વતી દાહોદ શહેરની જનતાને અને મંડળોને રજૂઆત કરવામાં આવી હતી કે વિસર્જનના સમયે તાજીયા અને ગણેશ વિસર્જન એમ વખતે બંને મંડળોએ કોશિશ કરવી કે ગણેશજીની મૂર્તિ અને તાજીયાની ઉંચાઈ સંપ્રમાણ નક્કી કરી લેવી જોઈએ અને એટલી જ ઉંચાઈ વાળી લેવી જોઈએ કે જેથી વીજ વાયરો થકી સૉર્ટ સર્કિટ થવાથી બચી શકીએ અને DJ ના ડેસીબલ આપણે જાતે જ ઓછા રાખી ચલાવવા જોઈએ કે જેથી આપણને કોઈ પણ કંઈ કહે નહિ અને આપણે જે વિસ્તારમાંથી પસાર થતા હોય તો કોઈ સિનિયર સિટીઝનને અને આજુબાજુમાં રહેતા ઘરવાળાઓને તકલીફ પડેના તેના વાઈબ્રેશનના કારણે તેવું દેખવાની ફરજ આપણી પોતાની આવે છે અને મુખ્ય વાત એ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવી જે દસ થી પંદર મંડળ વાળાઓએ ઓર્ડર આપી દીધો છે તેનો વાંધો નથી તેમજ જે લોકો બાકી છે તે લોકોએ વિસર્જન પૂરતી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવી જોઈએ કે જેથી પોલ્યુશનમાં ઘટાડો થાય અને ગ્રીન ટ્રીબ્યુનલ ના નિયમનું તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન નું પાલન થાય એવું નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડાએ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here