દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક : તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે કરૂણા અભિયાન

0
133

કરૂણા અભિયાનની એમ્બ્યુલન્સ ૧૯૬૨ ઉપરાંત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો
દાહોદ જિલ્લામાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. આ અંગેનું અસરકારક આયોજન કરવા માટે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કરૂણા અભિયાન અંતર્ગત કરવાની વિવિધ કામગીરી વિશે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકોમાં ઉત્તરાયણ દરમીયાન પક્ષીઓને થતી ઇજા બાબત જાગ્રૃતિ માટે ઝુંબેશ ચલાવવી જોઇએ. આ માટે બેનરો-પોસ્ટરો, પેમ્ફલેટસ વહેચવામાં આવે. આ માટે સ્વંયસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે.
બેઠકમાં ચાઇનીઝ દોરી જે અસલમાં નાયલોનની દોરી છે અને માનવમૃત્યુના કિસ્સામાં મોટા ભાગે આ નાયલોનની દોરી જ જવાબદાર હોય છે તેના ઉપયોગ બાબતે લોકોમાં જાગ્રૃતિ લાવવામાં આવે અને જિલ્લામાં તેનું વેચાણ ન થાય તે માટે સખતાઇથી પગલાં લેવામાં આવે તે માટે ચર્ચા કરવામાં આવી. પક્ષીઓની સારવાર માટે અદ્યતન સાધનો વસાવવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કરૂણા અભિયાન અંતર્ગત સવારના ૮.૦૦ કલાક થી રાત્રીના ૮.૦૦ કલાક સુધી ધાયલ પક્ષીઓને નિશુલ્ક સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઇમરજન્સી સારવાર માટે કુલ ૨૫ મોબાઇલ વાન ઉપલબ્ધ છે. આ ઉપરાંત વનવિભાગની પણ ૧૦ જેટલી ટીમો ખડેપગે રહેશે. આ ટીમ દ્વારા વૃક્ષો પર ફસાયેલા દોરા નીકાડવાની પણ કામગીરી કરવામાં આવશે. કરૂણા અભિયાનની એમ્બ્યુલન્સનો ૧૯૬૨ નંબર પણ સતત કાર્યરત રહેશે. ઉપરાંત પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ છે.
કરૂણા અભિયાન અંતર્ગત લોકો ચાઇનીઝ દોરી વધારે કાંચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરે, સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ન ચગાવે, ધાયલ પક્ષીઓને સમયસર રેસ્કયુ સેન્ટર પર પહોચાડવા, વૃક્ષ, ઘર, ફલેટની બારી પર લટકતી દોરી સાચવીને ઉતારી લઇએ, ઘાયલ પક્ષીને ચણ કે પાણી ન આપવા પણ ઝુંબેશ ચલાવવામાં આવશે. નાના બાળકો પતંગ ચગાવતા અને ખાસ કરીને લૂંટતા હોય ત્યારે અણબનાવ બનતા હોય વાલીઓએ ખાસ દરકાર રાખવી જોઇએ. આ બાબતે પણ પ્રચાર પ્રસાર કરીને લોકજાગ્રૃતિ લાવવા બેઠકમાં ચર્ચા થઇ હતી.
કરૂણા અભિયાન અંતર્ગત તાલુકાવાઇઝ પશુચિકિત્સા અધિકારીની નીમણુંક કરવામાં આવી છે જે મુજબ દેવગઢ બારીયામાં ડો. કે.એલ.ગોસાઇ ૯૪૨૬૦૬૧૨૧૯, દાહોદમાં ડો.એમ.જે.મહેતા ૯૪૨૬૮૬૫૦૦૧, ગરબાડામાં ડો.જે.આર.પંચાલ ૯૪૨૯૧૪૬૮૯૪, ઝાલોદમાં ડો.ડી.એસ.બામણ ૯૪૨૬૩૨૭૫૩૦, સંજેલીમાં ડો.એસ.એસ. દેવડા ૯૪૨૮૦૭૬૩૦૩, ફતેપુરામાં ડો.એન.કે.પ્રજાપતિ ૯૫૮૬૭૯૯૩૯૨, સિંગવડમાં ડો.કે.કે.પ્રજાપતિ ૯૫૮૬૨૧૫૬૪૭, સુખસરમાં ડો.એન.એમ.સંગાડા ૮૭૩૩૯૭૫૯૨૧, ધાનપુરમાં ડો.યુ.આર.બારીયા ૯૯૨૯૮૮૦૪૯૭, લીમખેડામાં ડો.એ.એમ. પંચાલ ૯૬૨૪૬૬૪૬૦૪ નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત દાહોદમાં ફરતા પશુદવાખાના ડો. જે.ડી.નિનામા ૭૮૭૪૪૨૬૭૯૭, લીમખેડામાં ફરતા પશુદવાખાના ડો. વાય.વી. નાયક ૯૪૨૬૪૯૮૫૯૭ નો સંપર્ક સાધી શકાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સહીત પ્રકૃતિ મિત્ર મંડળના સ્વંયસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here