દાહોદ જિલ્‍લામાં ૩૫% ઓછી સારક્ષરતાવાળા ગામો અને ગરીબી રેખા હેઠળના આવક ધરાવતા કુટુંબોને અધિકૃત આધાર પૂરાવા રજૂ કરવાથી વિધાલક્ષ્મી બોન્ડ મેળવી શકાશે

0
459

logo-newstok-272-150x53(1)Editorial desk Dahod 

દાહોદ  જિલ્લાની ૩૫% થી ઓછી સ્ત્રી સાક્ષરતા વાળા ગામો તેમજ ગરીબી રેખા હેઠળની  આવક જુથમાં આવતા કુટુંબોની કન્યાઓને વર્ષ-૨૦૦૭-૦૮ થી વર્ષ:-૨૦૧૩-૧૪ દરમ્યાન વિદ્યાલક્ષ્મી બોન્ડ (રૂપિયા-૨૦૦૦/-) આપવામાં આવેલ છે. ઉક્ત બોન્ડની મુદત પુરી થઇ ગયેલી હોઈ લાભાર્થી બોન્ડ ધારકને તેનું ચૂકવણું કરવાની પક્રિયા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની  કચેરી દ્વારા કરવામાં આવે છે. આ સંદર્ભે, બોન્ડ ધારક વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) તથા તેમના વાલીઓને જાણ કરવામાં આવે છે કે જે બોન્ડ ધારક વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) પૈકી જેમણે વર્ષ-૨૦૧૦-૧૧ થી વર્ષ-૨૦૧૪-૧૫ દરમ્યાન ધોરણ-૧૦ પાસ કરેલ હોય અને હજુ સુધી બોન્ડની રકમ મેળવેલ ન હોય તેમણે તેમના વાલીઓએ ધોરણ-૧૦ પાસ કર્યાના પ્રમાણપત્રો/માર્કશીટ શાળાના આચાર્યશ્રીનું એસ.એસ.સી.ઈ પાસ કરેલ છે તે મુજબનું શાળાના લેટરપેડ પરનું પ્રમાણપત્ર, બેંક ખાતાની સ્પષ્ટ વંચાય તેવી પાસબુકના પ્રથમ પાનાની નકલ, વિગેરે આધારો સહીત દિન-૨૧ માં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દાહોદ ખાતે કચેરી સમય દરમ્યાન રજૂઆત કરી બોન્ડની રકમ મેળવી લેવી. જો નિયત સમય મર્યાદામાં અધિકૃત આધાર – પુરાવા સહીત દાવો કરવામાં નહી આવે તો બોન્ડની રકમ સરકારશ્રીમાં જમા કરાવી દેવામાં આવશે.ત્યાર બાદ આ બાબતે કોઈનો હક્ક–દાવો રહેશે નહિ. એમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ.નિનામાની  એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here