દાહોદ જીલ્લાની બઘી આંગણવાડીના કેન્દ્રના લાભાર્થીઓને મળશે ફલેર્વડ દુઘ માનનીય સાંસદ જસવંત સિંહ ભાભોર ઘ્વારા શુભારંભ

0
1012

logo-newstok-272-150x53(1)Editorial Desk 

 ગુજરાત સરકાર તરફથી સને ૨૦૧૦નાં વર્ષથી દાહોદ જિલ્લામાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા શુભ હેતુસર આ.વાડી. કેન્દ્રોનાં ૭ માસથી ૩ વર્ષનાં લાભાર્થી બાળકોને દુઘ સંજીવની યોજના હેઠળ પૂરક પોષણ તરીકે ફલેવર્ડ  દુઘ અઠવાડીયાનાં બે દિવસ પુરૂ પાડવા જોગવાઇ મુજબ દુઘ પુરૂ પાડવામાં આવેલ છે.

ગુજરાત સરકાર તરફથી સને ૨૦૧૪-૧૫ વર્ષમાં દાહોદ જીલ્લાનાં  ઝાલોદ,લીમખેડા અને ફતેપુરા તાલુકા ખાતે દુઘ સંજીવની યોજના કાર્યરત કરવામાં આવેલ છે. દાહોદ જીલ્લામાં કુપોષણનું પ્રમાણ અગાઉના પ્રમાણમાં નોંઘપાત્ર રીતે ઘટાડો જોવા મળેલ છે. જેના કારણે દાહોદ જીલ્લા ખાતે બાકી રહેતા દાહોદ,ગરબાડા,દે.બારીયા,ઘાનપુર તાલુકાનાં ૫ણ આ.વાડી. કેન્દ્રોનાં કુલ ૧,૫૧,૪૭૪  જેટલા લાભાર્થીઓને  દુઘ સંજીવની યોજના હેઠળ સાંકળી લઇ સંપૂર્ણ ૫ણે દાહોદ જીલ્લાને આવરી લેવાયેલ છે.

આ યોજનાનો તાલુકા દાહોદ,ગરબાડા,દે.બારીઆ અને ઘાનપુર તાલુકામાં  સાસદ જસવંતસિંહ ભાભોર હસ્તે પોલીસ તાલિમ કેન્દ્ર દાહોદ અને વડવા પ્રાથમિક શાળા ગરબાડામાં કરેલ છે. આ પ્રસંગે સાંસદ એ જણાવ્યું હતુ કે, દુઘ સંજીવની યોજનામાં ૭ માસથી ૩ વર્ષ, ૩ વર્ષથી ૬ વર્ષ સગર્ભા,ઘાત્રી માતાઓને આવરી લઇ જેમાં ૭ માસથી ૩ વર્ષના લાભાર્થીઓને ૧૦૦ મિ.ગ્રામ તથા ૩ થી ૬ વર્ષ, સગર્ભા, ઘાત્રી માતાઓને ૨૦૦ મિ.ગ્રામ  લેખે ફલેવર્ડ દુઘ અઠવાડીયામાં ૩ (ત્રણ) દિવસ લેખે દાહોદ જીલ્લાનાં ઝાલોદ, સંજેલી, લીમખેડા, ફતેપુરા તાલુકાના કુલ ૧,૧૭,૯૯૬  લાભાર્થીઓને દુઘ પુરૂ પાડવામાં આવે છે. જેનાં કારણે દાહોદ જીલ્લાનાં કુલ ૨,૬૯,૪૭૦/- જેટલા લાભાર્થીઓને દુઘ સંજીવની યોજનામાં સમાવેશ કરી. વર્ષ ૨૦૧૫-૧૬ના વર્ષમાં ડિસે – ૨૦૧૫ અંતિતમાં રૂા. ૧૦,૭૦,૯૯,૦૦૦/-ની ગ્રાન્ટની ગુજરાત સરકાર તરફથી ફાળવેલ છે. જેમાં પંચમહાલ જીલ્લા સહકારી દુઘ ઉત્પાદક સંઘ લી.ગોઘરાને પ્રથમ હપ્તા પેટે રૂા. ૧,૩૨,,૦૦૦૦૦/-ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. દાહોદ જીલ્લામાં કુપોષણનો સંપૂર્ણ રીતે દુર કરવા ગુજરાત સરકાર તરફથી થયેલ કામગીરી ગરીબ આદિવાસી પ્રજાનાં દરેક નાગરીકને લાભ મળે અને તેમનું  સ્વાસ્થ્ય અને તદુંરસ્તીનું પ્રમાણ ઉંચુ આવે તેવો સરકારશ્રીનો  આશય છે.  

આ યોજનાથી ગરીબ કુટુંબના કુપોષિત બાળકોનું ભાવી સુઘરેલ છે. જેથી ગરીબો માટે આ યોજના આશીર્વાદ રૂ૫ છે આ યોજનાથી કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટવા પામેલ છે. કાર્યક્રમમાં મા.સાસદ  મહોદય સાથે નગરપાલિકા પ્રમુખ,મહિલા બાળ વિકાસ પ્રમુખ, નાયબ પોલીસ અઘિક્ષક, તાલુકા પંચાયતાના સભ્ય, સંકલિત બાળ વિકાસ અઘિકારી, વગેરે હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here