દાહોદ જીલ્લામાં આજે ૩૩ વધુ કેસ કોરોના પોઝીટીવ, એક્ટિવ કેસની સંખ્યા ૩૦૧ થઈ, જિલ્લા કલેક્ટર દ્વારા માસ સ્ક્રિનિંગ માટે લોકોને કરી અપીલ

0
158

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ ટ્રાન્સમિશનનું પ્રમાણ વધતા આજે ફરી નવા ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના મહામારી રૂપી યમરાજ કયારે થાંભશે તે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે બહુ મોટા માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત ચોવીસ કલાક દરમિયાન એકઠા કરેલા કુલ ૨૨૨ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેના આજે તા.૨૯/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ રિપોર્ટ આવતા કુલ ૨૨૨ સેમ્પલો પૈકી ૧૮૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવેલ અને કુલ ૩૩ વ્યક્તિઓનો કોરોના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી હતી. આજ રોજ દાહોદમાં જે ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમાં દાહોદ શહેરના કુલ – ૨૬ લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે ઝાલોદ તાલુકાના – ૦૫, ધાનપુર તાલુકામાં – ૦૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ જાહેર થયા છે. તે માટે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા માસ સ્ક્રિનિંગ માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE

આજ રોજ દાહોદ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ પોતાનું અજગર રૂપી મોઢું ખોલી હાહાકાર મચાવતા ૩૩ વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં લઈ લીધા છે જેઓના નામ : (૧) ગિરીશભાઈ મંગલભાઈ શાહ, ૫૪ વર્ષ, દાહોદ, (૨) રાયમલભાઈ ડુંગરસિંહ સોગલ, ૨૪ વર્ષ, જોહર નગર, દાહોદ, (૩) હેમલરાજ લલિતભાઈ બરભયા ૩૬ વર્ષ, દેસાઈવાડા, દાહોદ, (૪) હાતીમ અકબરઅલી નલાવાલા, ૪૯ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૫) આરશી પ્રિતેશકુમાર કોઠારી, ૨૩ વર્ષ, પુષ્ટિ નગર, દાહોદ, (૬) ફાતેમાબેન સફક્તા વાઘ, ૬૦ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૭) સીરાજ શબ્બીર કાપડિયા, ૩૬ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૮) આમીર અબ્દુલહુસેન નલાવાલા, ૫૨ વર્ષ, હુસેની મહોલ્લા, દાહોદ, (૯) કલ્પેશ કનૈયાલાલ પવાર, ૩૧ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૦) મંથન અલ્પેશકુમાર પંચોલી, ૨૬ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૧) અશ્વિનકુમાર ઓચ્છવલાલ શાહ, ૭૭ વર્ષ, દેસાઈવાડા, દાહોદ, (૧૨) રમણલાલ કેશવલાલ પંચાલ, ૮૫ વર્ષ, નવકાર કોમ્પ્લેક્ષ, દાહોદ, (૧૩) હસુમતિબેન ધીરજ ચૌહાણ, ૬૭ વર્ષ, દરજી સોસાયટી, દાહોદ, (૧૪) બાબુલાલ દુલીચંદ યાદવ, ૭૦ વર્ષ, યાદવ ચાલ, દાહોદ, (૧૫) લકી અભયકુમાર ભણસાળી, ૩૫ વર્ષ, શીતલ સોસાયટી, દાહોદ, (૧૬) ઈસ્માઈલ ફકરુદ્દીન હાસમ, ૫૭ વર્ષ, ભોઈવાડા, દાહોદ, (૧૭) સકીનાબેન મોહમ્મદભાઈ ખોખરાવાલા, ૭૫ વર્ષ, હુસેની મોહલ્લા, દાહોદ, (૧૮) હન્નાન અલીહુસેન કાપડિયા, ૬૨ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૧૯) દુરૈયા હન્નાન કાપડિયા, ૫૪ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૨૦) હાતીમ હન્નાનભાઈ કાપડિયા, ૨૨ વર્ષ, ગોદી રોડ, દાહોદ, (૨૧) સંધ્યાબેન સિરીશભાઇ સરૈયા, ૫૨ વર્ષ, મહાવીર નગર, દાહોદ, (૨૨) જેનબબેન કૂતબુદ્દીન જાવરાવાલા, ૭૦ વર્ષ, હમીદી મહોલ્લા, દાહોદ, (૨૩) યાસ્મીનબેન આમીરભાઈ જાંબુઘોડાવાલા, ૪૮ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૨૪) કીનાના હુનેદ જાંબુઘોડાવાલા, ૧૮ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૨૫) જૈનબ મુસ્તુફા જાંબુઘોડાવાલા, ૨૪ વર્ષ, બુરહાની સોસાયટી, દાહોદ, (૨૬) રાધવ પિનલકુમાર નગરાળાવાળા ૨ વર્ષ, પડાવ, દાહોદ, (૨૭) સરલાબેન હરેન્દ્રભાઈ શાહ, ૬૨ વર્ષ, માંડલી ફળિયું, ઝાલોદ, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૮) મનોરમાબેન જયપ્રકાશ શાહ, ૬૨ વર્ષ, માંડલી ફળિયું, ઝાલોદ, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૯) અર્પિત જયપ્રકાશ શાહ, ૩૨ વર્ષ, માંડલી ફળિયું, ઝાલોદ, તા. ઝાલોદ, જી. દાહોદ, (૩૦) અરવિંદ ખીમા ભુરિયા, ૪૦ વર્ષ, ભુરિયા ફળિયું, ડુંગરી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૩૧) ક્રિશ્નાબેન નવલસિંહ પ્રજાપતિ, ૨૧ વર્ષ, તળ ફળિયું, પેથાપુર, તા. ઝાલોદ, જી. દાહોદ, (૩૨) અનિલ કસના ડામોર, ૨૭ વર્ષ, મંડોર, તા. ધાનપુર, જી. દાહોદ, (૩૩) ભાવસિંગ મધુ ભુરિયા, ૫૧ વર્ષ, મંડોર, તા. ધાનપુર, જી. દાહોદનાઓનો  કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ પોઝીટીવ આવેલા વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાનું આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં ૨૬, ઝાલોદ તાલુકામાં ૦૫ અને ધાનપુર તાલુકામાં ૦૨ વ્યક્તિ મળીને કુલ ૩૩ વ્યક્તિઓને પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૫૨૨ થઈ છે. સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ ૦૯ દર્દીઓ સાજા થતા કુલ ૧૮૭ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ3 છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૦૧ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૪ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૩૦ લોકો મળી કુલ મૃત્યુ આંક ૩૪ ઉપર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here