દાહોદ જિલ્લાના તમામ ગામો મા શિવરાત્રી નિમિત્તે સવાર થી દશઁન માટે લાંબી કતારો જામી હતી જેમા દાહોદ થી પાંચ કિમી દૂર આવેલા કેદારનાથ મહાદેવ મંદિર સહીત આસપાસના ગામોમા જય ભોલે નાથ હરહર મહાદેવ ના જયકારા ગુંજ્યા હતા.દાહોદ માં સિંધી સમાજ ધ્વારા મોટી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું.મંદિરોમા ફરાળ ની વ્યવસ્થા ની સાથે શિવજી ને અતિ પ્રિય એવી ભાંગ નો પ્રસાદી રાખવામા આવેલી જયારે લીમડી કૃબેરેશ્રવર મહાદેવ મંદિરમા પુજા અચઁના કરવામા આવેલ તેમજ ભોળાનાથ ની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામા આવેલ જેના પગલે આખુ નગર શીવ મય બનવા પામ્યુ હતુ.
