દાહોદ જીલ્લામાં ૭૦ ટકા કરતા વધુ માર્કસ મેળવનાર માર્ચ-૨૦૧૫માં ધોરણ ૧૨માં અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ સહાય આપવાની યોજનાનો લાભ લો મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીનો સંપર્ક કરો

0
569

logo-newstok-272-150x53(1)Dahod Desk  – Keyur parmar 

ગુજરાત સરકાર,આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે શિક્ષણથી વંચિત ન રહે આ વર્ગના વિધાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, વધુને વધુ વિધાર્થીઓ શિક્ષણનો લાભ મેળવીને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે. તેમજ હાલની શિક્ષણની પધ્ધતિ સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો બહોળો ઉપયોગ થઇ રહયો છે. તેથી અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિધાર્થીઓ શિક્ષણમાં અઘતન  ટેકનોલોજીનો સમય સાથે તેઓની ઉજજવળ કારકીર્દી બનાવી શકે તે હેતુને ધ્યાને લઇ માર્ચ-૨૦૧૫ માં ધોરણ-૧૨ માં ૭૦ ટકા કરતાં વધુ માર્કસ મેળવનાર અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓના મા-બાપ/વાલીની વાર્ષિક આવકને ધ્યાને લીધા સિવાય વિનામૂલ્યે ટેબલેટ સહાય આપવા માટે ચાલુ વર્ષ ૨૦૧૫-૧૬  દરમ્યાન શાળા / કોલેજમાં અનુસૂચિત જનજાતિના મેડીકલ/એન્જીનીયરીંગ, ટેકનોલોજી/એગ્રીકલ્ચર/વેટરનીટી એન્ડ એલાઇડ સાયન્સ, મેનેજમેન્ટ, નર્સિગ(પેરામેડીકલ ) એફ.વાય.બી.એ, બી.એસ.સી., બી.કોમ, બી.આર.એચ, બી.પી.એડ્રમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને વિનામૂલ્યે એક સમાનતાના ધોરણે ટેબ્લેટ સહાયની રકમ રૂા. ૯૦૦૦/- અંકે રૂપિયા નવ હજાર પુરા વિધાર્થી દીઠ ચુકવવાનું ઠરાવેલ છે.

દાહોદ જિલ્લાના તમામ શાળા/કોલેજના આચાર્યશ્રીઓને આ યોજના માહે માર્ચ-૨૦૧૫ માં ધોરણ-૧૨ માં ૭૦ % કરતાંવધુ માર્કસ મેળવનાર અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓના મા-બાપ, વાલીની વાર્ષિક આવકને ધ્યાને લીધા સિવાય વિનામૂલ્યે ટેબલેટ સહાયની રકમ રૂા. ૯૦૦૦/- વિધાર્થીદીઠ ચુકવવા માટે લાભ મેળવવાપાત્ર વિધાર્થીઓ મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ, ગોદી રોડ,દાહોદનો સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here