દાહોદ જીલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિન નિમિત્તે લહેરાતા ત્રિરંગા સાથે “ભારતમાતા ગૌરવ કુચ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

0
437
keyur parmar logo-newstok-272
Keyur Parmar – Dahod Bureau
ભાજપના સ્થાપના દિન ૬ઠી એપ્રિલ ના રોજ દાહોદ ખાતે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ ઉપરથી દાહોદ જીલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય ભારતમાતા ગૌરવકુચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા, બચુભાઈ ખાબડ, અમિતભાઈ ઠાકર, વિછીયાભાઈ ભુરીયા, શબ્દશરણ બ્રમ્હભટ્ટ વગેરેની ઉપસ્થિતિમાં પહેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલોની માળા પહેરાવી ત્યારબાદ પાચ થી છ સીનીયર સિટીઝનો અને સંનિષ્ઠ કાર્યકરોની હાજરીમાં અને તેમજ ઉપર જણાવેલ તમામ નેતા ઉપનેતા તથા કાર્યકર્તાઓની સાથે મળીને આશરે સવા પાંચ વાગે આ ભારતમાતા ગૌરવકુચને ભાજપનો ધ્વજ બતાવીને રવાના કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે નીકળેલ આ યાત્રા દાહોદ સ્ટેશન રોડ વિવેકાનંદ ચોકથી નીકળી ભગીની સમાજ થઇ માણેકચોક વાળા રસ્તે પસાર થઈને ગોવિંદ નગર અને ત્યાંથી બહારપુરા સરદાર ચોક થઇ નેતાજી બજાર થઈને નગર પાલિકાએ તેનું સમાપન થયું હતું. આ ભારત માતા ગૌરવ કુચમાં દાહોદ જીલ્લાના તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં ત્રિરંગા ધ્વજ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here