દાહોદ : ટી.બી.ના કર્મચારીઓ પેનડ્રોપ હડતાલ પર : આજે જિલ્લા ક્ષય કેન્દ્રની કરી તાળાબંદી

0
718

 

સમગ્ર રાજ્ય ની જેમ દાહોદ જિલ્લાના ટી.બી કર્મચારીઓ છેલ્લા ૪ દિવસથી પેનડ્રોપ હડતાલ પર છે. અને આ કર્મચારીઓ જે વર્ષોથી ટી.બી વિભાગમાં ફરજ નિભાવે છે અને કેન્દ્ર સરકારની N.R.H.M.ના નેજા હેઠળ ચાલતો પ્રોગ્રામ છે. આ કર્મચારીઓની વર્ષો જૂની માંગ  છે કે તેઓને કાયમી કરવામાં આવે અને તેમના પગાર પણ વધારવામાં આવે. હરિયાણા અને અન્ય રાજ્ય સરકારો જો આવા કર્મચારીઓને કાયમી કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં???  આવી રજૂઆતો સરકારમાં અનેક વાર કરી હોવા છતાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય ન લેતા આજે દાહોદ જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓએ તાળાબંદીનો કાર્યક્રમ કરી અને પોતાની માંગો સરકાર સુધી પહોંચે તે માટે વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ ડોટ ૯૯ની સ્કીમ અંતર્ગત ગોળીના બોક્સમાંથી નીકળેલા નંબર ઉપર ગોળી ખાધા પછી ટી.બીના દર્દીઓએ મિસ કોલ કરવો. શુ આ બધું આદિવાસી અને પછાત જિલ્લાઓમાં શક્ય છે ખરું??  અને શું સરકારે એમ કેવી રીતે માની લીધું કે દરેક પેશન્ટ પાસે ફોન હશે જ. આવી બધી વસ્તુઓને લઇ તેમજ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુત થઇ જશે તેવું કેન્દ્ર સરકાર અનુમાન કરી અને કર્મચારીઓને કાયમી કરતી નથી અને તેઓને પગાર વધારો પણ આપતી નથી. સરકારે ૨૦૦૦ની સાલથી ચાલતા આ પ્રોગ્રામમાં છેલ્લા ૧૭ વર્ષથી કામ  કરતા કર્મચારીઓને કાયમી ના કરી તેઓની સાથે અન્યાય કરતી હોઈ, આ કર્મચારીઓ આ વખતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે તથા કર્મચારીઓનું એ પણ કેહવું છે કે તેઓ ટી.બી.ના પેશન્ટોને કોઈ પણ જાતની તકલીફ નહિ પડવા દે.

Version >> પી.આર.સુથાર >> જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યું હતું કે R.N.T.C.P. દાહોદના કર્મચારીઓ તેમની અમુક માંગણીઓને લઇને હડતાલ પર છે જેમાં તેઓની મુખ્ય માંગણી કાયમી કરવાની  છે અને બીજી પગાર વધારાની. આ માંગણીઓને લઇ તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને તેઓ સાથે-સાથે એ પણ ખાતરી આપી છે કે જિલ્લાના ટી.બી.ના કોઈ પણ દર્દીઓને તેઓ તકલીફ નહિ પાડવા દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here