દાહોદ તાલુકાના ડુંગરા ગામે રાત્રી સભા યોજાઇ

0
82
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ તાલુકાના ડુંગરા ગામે યોજવામાં આવેલી રાત્રી સભામાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ગ્રામજનોના રસ્તા, પાણી, વીજસેવાને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાઓ અને કામગીરી બાબતે માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને ૭/૧૨ ના ઉતારાની નકલ દર છ મહિને ચેક કરતા રહેવા જણાવ્યું હતુ. અધિકારીઓને પણ સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ ગ્રામજનોને પહોંચે તે રીતનું આયોજન કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લેવો તે વિગતે સમજાવ્યું હતું. બાળમરણ-માતામરણ
બાબતે સમાજમાં જાગ્રૃતિ લાવી તેનું પ્રમાણ ધટાડવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માતા અને બાળકના આરોગ્યની રક્ષા માટે બાળલગ્નની કુપ્રથા દૂર કરવી જરૂરી છે. 
રાત્રીસભામાં દાહોદ પ્રાંત અધિકારી તેજસ પરમાર, ડીઆરડીએ નિયામક બલાત, જિલ્લા આયોજન અધિકારી ગેલાત તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અધિકારીઓ, કર્મચારીઓ, ગામના સંરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here