દાહોદ થી અમરનાથ યાત્રામાં વિશાલ ભંડારા માટેની ટ્રકનું દાહોદથી પ્રસ્થાન કરાયું

0
57

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદના ભોલે ભંડારા પરીવાર દ્વારા દાહોદ થી અમરનાથ યાત્રા માટે ભંડારા માટેની ટ્રકનું પ્રસ્થાન કરાવ્યું હતું. તા.૩૦/૦૬/૨૦૨૨ થી તા.૧૧/૦૮/૨૦૨૨ સુધી અમરનાથ ની યાત્રા માટે પહેલગામ થી ૧૬ કિમી દૂર પ્રથમ ચઢાવ જે છે તે ચંદનવાડી ખાતે વિશાલ ભંડારાનું આયોજન કરાતુ હોય છે, જેમાં ભક્તો માટે ચા નાસ્તો અને ભોજન તેમજ પ્રસાદીનું આયોજન કરાતુ હોય છે. તેમજ ભક્તો માટે રાત્રીના સમયે પણ રોકાણ ની સેવા કરાતી હોય છે. દાહોદ, ગોધરા, મેઘનગર, થાંદલા અને ઝાબુઆના લોકોના સહયોગથી આ વિશાલ ભંડારાનું આયોજન અમરનાથની યાત્રામાં કરાતુ હોય છે. ચંદનવાડી ખાતે પ્લોટ નંબર 03 માં જેમાં કોરોનાના કારણે પાછલા બે વર્ષોથી આ યાત્રા બંધ હતી તેના કારણે હવે આ યાત્રા શરૂ થઈ છે ત્યારે દાહોદનો ભોલે ભંડારા પરીવાર ભક્તોની સેવા કરવા માટે તન, મન અને ધનથી તત્પર છે. તેવા આશય સાથે આજે તા.૨૦/૦૬/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદના હાઇવે ઉપર આવેલા ભોલે કમ્પાઉન્ડમાંથી આ વિશાલ ભંડારા ટ્રકનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના લોકો મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા અને ૫૦ જેટલાં લોકોની ટીમ વિશાલ ભંડારામાં જોડાઈને ભક્તોની અમરનાથ યાત્રા માટેની સેવામા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here