દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ પોતાના હકકોની માંગણી સાથે ત્રણ દિવસની હડતાળ પર હતા

0
502

Keyur Parmar Dahod

અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્યના દાહોદ નગર પાલિકાના કર્મચારી ગણ પોતાના હક્ક જેવાકે સાતમું પગાર પંચ, રોજમદારોને કાયમી કરવા, મહેકમ ખર્ચની મર્યાદા નાબુદ કરવા વિગેરે જેવા હકકોની માંગણી સંદર્ભે તા.૧૧/૧૦/૨૦૧૭ થી તા.૧૩/૧૦/૨૦૧૭ સુધી હડતાળ ઉપર ઊતરેલ હતા. જ્યારે તેઓ આ ત્રણ દિવસની હડતાળ પર ઉતાર્યા ત્યારે તેઓએ એવું બેનર પણ માર્યું હતું કે અમો હડતાળ પર ઉતાર્યા છે તે બદલ નગરજનોને અસુવિધા થઈ તે બદલ અમો દિલગીર છીએ. પોતાના હકકોની લડાઈ લડતા લડતા પણ માનવતા ના ભૂલી.  

સરકાર આગળ આ કર્મચારીઓ અને કર્મચારી મંડળ ઉપર નીચે સમગ્ર ગુજરાતમાં રજૂઆત કરે છે પરંતુ સરકારના માથાની જૂ પણ રેંગતી હોય તેમ લાગતું નથી. હવે આવનાર દિવસોમાં ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે આ પાલિકાના કર્મચારીઓ અને કર્મચારી મંડળનું સરકાર કેટલું સાંભળે છે તે જોવાનું રહ્યું.      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here