દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં 22 may એ પહેલી વાર પાણીની ટાંકી વાળા રોડ પર તમારું બાળપણ યાદ કરાવી નવી પેઢીને મોબાઈલમાંથી બહાર ની દુનિયામાં લાવવા એક નવતર પ્રયોગ સમય સવારે 6:00 થી 8:00 અચૂક પધારો

0
999

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)kEYUR PARMAR    DAHOD BUREAU

દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં પહેલી વાર નવતર પ્રયોગ : પહેલાની ભુલાઈ ગયેલી રમતો રમાડવાનો અને આજના બાળકોમાં ઉમંગ અને ઉત્સાહ લાવવાનો પ્રયાસ

HONDA NAVIHONDA “NAVI” —  RAHUL MOTORS DAHOD 

તા. ૨૨.૦૫.૨૦૧૬ ના રવિવારે સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી ગડી રોડ પર આવેલ પાણીની ટાંકી પાસેથી સ્ટેશન રોડ પર આવેલ સરસ્વતી માતાના સ્ટેચ્યું સુધીના રસ્તાને બ્લોક કરી ત્યાં બાળકો થી લઈને મોટી ઉમરના વ્યક્તિઓ માટે આપણી ભુલાઈ ગયેલી રમતો થી માંડીને અવનવી રમતો ડાન્સ, સ્કેટીંગ, કરાટે, સાઇકલ જેવી અનેક રમતો રમવા દાહોદની જનતાને પ્રોત્સાહન પરુ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં બે કલાક માટે વાઇ-ફાઈ ફ્રી ઝોન પણ રાખેલ છે. આમાં દરેક ઇન્વેન્ટ માટે અલગ અલગ ઝોન પાડવામાં આવ્યા છે જેવા કે :

(૧) ડાન્સ : આમાં કોઈ પણ ઉમરની વ્યક્તિ કે જેને ડાન્સ પ્રત્યે બહુજ ઉમંગ અને ઉત્સાહ છે તે ત્યાં ડાન્સ કરી શકે છે. આ ડાન્સ ફોરમેશનમાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે જેમ કે એરોબીક્ષ, ઝૂમ્બા અને હોલીવુડ ડાન્સ.

(૨) બચપણ ગલી : આ ગલીમાં આપ સાપસીડી, પગથીયા, લખોટી, ભમરડા, સાત ટીકડી સતોડીયું, લંગડી અને ખો – ખો જેવી રમતો પણ રમી શકો છો.

(૩) ક્રિએટિવ કોર્નર : આમાં આપ સ્ટ્રીટ ડ્રોઈંગ એટલે કે રસ્તા પર ડ્રોઈંગ, રંગોળી અને પેપરથી જે કઈ પણ બનાવી શકો તેવું ક્રાફ્ટ વર્ક કરી શકશો.  

(૪) ફિટનેશ ફંડા : આમાં આપ આપની ચપળતા માટે રમતી રમત જેવી કે ફૂલ રેકેટ અને બોલ થી રમાતી રમતો અને કરાટે પણ કરી શકો છે. જેના માટે નિઝામ કાજી, રવિન્દ્ર ભગત અને મહેશ દરજી જેની પણ કરાટે શીખવાની ઇચ્છા હશે તેને કરાટે અને માર્શલ આર્ટ શિખવાડશે.

(૫) મ્યુઝિક સ્ટેન્ડ : આમાં જેની પાસે કોઈ પણ પ્રકારના વાજિંત્ર હશે તે અહી આવી વગાડી ને પોતાનો શોખ પૂરો કરી શકે છે પણ જો કોઈ ની પાસે પોતાના વાજિંત્ર નથી અને તેને તે વાજિંત્ર વગાડતા આવડતું હશે તો તે કોઈ ની પાસે પણ તે વાજિંત્ર માંગીને પોતાનો શોખ પૂરો કરી શકે છે.

(૬) યોગ ઝોન : આ ઝોન માં પતંજલિ આશ્રમના યોગ ગુરુ દ્વારા યોગ કરવવામાં આવશે.

(૭) સાઇકલ અને સ્કેટીંગ : આ ઝોન માં સવારના ૬:૦૦ થી ૭:૦૦ સાઇકલ ચલાવી શકશે અને ૭:૦૦ થી

૮:૦૦ સ્કેટીંગ ચલાવી શકશે.

 

હોલી–જોલી ગૃપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આવો, રમો અને રમાડો. આજના યુગમાં આપણાં બાળકોને મોબાઈલની દુનિયામાંથી નિકાળી આપણી જૂની રમતો તેમના જોડે સાથે રમીને તેમનામા આપણી જૂની રમતો પ્રત્યે નવો ઉત્સાહ અને ઉમંગ લાવી શકીયે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here