દાહોદ જિલ્લાના ધાનપુરના ઉલ્કાદર ખાતે જંગલ ટ્રેકિંગ ફેસ્ટિવલ યોજાઈ ગયો

0
295

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બારીયા વન વિભાગ તથા જે એફ.એમ.સી મંડળી વાકોટા દ્વારા આયોજિત જંગલ ટ્રેકીંગ ફેસ્ટિવલ 2019 નો ઝાબુ થી નળાધરા ખાતે ટ્રેકિંગ કેમ્પ યોજાઈ ગયો. આ ટ્રેકિંગ કેમ્પમાં પર્યાવરણ પ્રેમીઓ હરિયાણા, રાજસ્થાન, ગુજરાતના નડિયાદ, વડોદરા, અંકલેશ્વર, ગોધરા અને બારીયા થી લગભગ ૮૦ જેટલા પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સફળ ટ્રેકિંગ કર્યું હતું. વન વિભાગ દ્વારા પણ આ પર્યાવરણ પ્રેમીઓને મુશ્કેલી ના પડે તે માટે માર્ગદર્શક અને સલાહ સૂચન થી માંડીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને ઉલ્કાદર નળાધારા ખાતે આવેલા નવીન પાણી ઉપર તમામ પર્યાવરણ પ્રેમીઓને નિહાળીને ગદ્ગદિત થઈ ગયા હતા. અને ધાનપુર રેન્જ દ્વારા એક અજગરનું રેસ્ક્યુ કરાયું હતું તેને પણ ત્યાં ટ્રેકિંગ કેમ્પમાં સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. તેમજ વન વિભાગ દ્વારા જંગલના વિવિધ વૃક્ષો અને પક્ષીઓની ઓળખ પણ પર્યાવરણ પ્રેમીઓને કરાવવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા જંગલ માટે ફરતી વખતે સલામતી ના પગલા તેમજ પર્યાવરણ બચાવવા માટેની સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
એ.સી.એફ. અક્ષય જોષી : – ધાનપુરના નળાધરા એક ટ્રેકિંગ કેમ્પની સાઈડ નક્કી કરવામાં આવી અને વનવિભાગ સ્ટાફ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને સાથે રહીને પર્યાવરણનુ જતન માવજત કરવાના અને અહીના ઝરણું વહી રહ્યું છે તેને નિહાળવા કેમ્પમાં આવેલા પર્યાવરણ પ્રેમીઓને ખૂબ જ આનંદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here