દાહોદ ની ધ સહયોગ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની ઉત્તમ કામગીરી બદલ સરકારશ્રીના સહકાર મંત્રીશ્રી દ્વારા અમદાવાદ મુકામે જાહેર સન્માન અને એવોર્ડ એનાયત કરાયો

0
336

logo-newstok-272-150x53(1)EDITORIAL DESK – DAHOD

તારીખ 12/02/2017 ને રવિવારના રોજ ધી સહયોગ કો.ઓ. ક્રેડીટ સોસાયટી દાહોદ ની ઉત્તમ કામગીરી બદલ સરકારશ્રી ના સહકાર મંત્રીશ્રી દ્વારા અમદાવાદ મુકામે જાહેર સન્માન અને એવોર્ડ એનાયત કરાયો .
દાહોદ શહેરમાં છેલ્લા 28 વર્ષથી સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી સહકાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી સામાન્ય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક ધીરાણ દ્વારા વિકાસ ની ઉત્તમ કામગીરી બદલ ધી ગુજરાત રાજ્ય સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત રાજ્યના સહકારી સંમેલનમાં ગુજરાત રાજ્ય સહકારી ક્રેડિટ સોસાયટીના ફેડરેશનના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ અમીનની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ધી સહયોગ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન  ગોપાલભાઈ ધાનકા, ડીરેકટર રાજેન્દ્રભાઇ પટેલ અને વિકાસભાઇ ભૂતા તથા મેનેજર યોગેન્દ્રભાઇ પાઠકને એવોર્ડ આપી સમ્માનિત કરવામા આવ્યા. ધી સહયોગ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીએ રાજ્ય કક્ષાએ બીજીવાર સહકારી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી એવોર્ડ પ્રાપ્ત કરીને દાહોદ શહેર નું ગૌરવ વધાર્યું છં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here