દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના રેન્જ I.G. સંજેલીની મુલાકાત લઈ કોરોના વોરિયર્સની માહિતી મેળવી

0
387
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની આજે તા.૩૦/૦૪/૨૦૨૦ ને ગુરૂવારના રોજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લા ના રેન્જ I.G. એ મુલાકાત લીધી હતી. દેશ ભરમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સંજેલી તાલુકામાં લોકડાઉનમાં રાત્રી દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા G.R.D.ના જવાનો લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવા માટે ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે સરકાર તરફ થી તેઓની સલામતી માટે આપવામાં આવતા માસ્ક, સેનેટાઇઝર, આરોગ્ય તપાસની સગવડ સારી રીતે મળે છે કેમ? તેની પૂછપરછ કરી હતી. બસ સ્ટેશન વિસ્તાર તેમજ ગુરૂ ગોવિંદ ચોક પરના પોઇન્ટ ઉપર હાજર રહી ફરજ બજાવતા જવાનોનું ગોધરા તરફ થી સંજેલી ખાતે  ઓચિંતી મુલાકાતે આવેલા રેન્જ I.G. ની ગાડી જોઈ પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સંજેલી પોલીસ સ્ટેશનના P.S.I. ડી.જે. પટેલ તથા પોલીસ સ્ટફ પેટ્રોલિંગમાં હતા તેઓ પણ સંજેલી ખાતે દોડી આવ્યા હતા. રેન્જ I.G એ પણ સંજેલી વિસ્તારની પરિસ્થીતી અંગે P.S.I. પાસે માહિતી મેળવી હતી. પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા G.R.D.ના જવાનોને  વર્તમાન સમયે કોઈ મુશ્કેલી પડતી હોય તો તે ધ્યાન પર લાવા માટે પણ રેન્જ I.G. એ જણાવ્યુ હતું અને ત્યારબાદ તેઓ સંજેલી થી સંતરામપૂર તરફ જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here