દાહોદ પાંચ પરગણા દરજી સમાજના પરમાર પરિવાર અને સોલંકી પરિવારના ગાંગરડી ખાતે આવેલ ગાથલાજી મંદિરે દરજી સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો

0
219

દાહોદ પાંચ પરગણા દરજી સમાજના પરમાર પરિવાર અને સોલંકી પરીવારના પૂર્વજ ગણાતા ગાથલાજીનું મંદિર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી મુકામે આવેલ છે અને આ બંને પરીવારો પોતાના દરેક સામાજિક પ્રસંગો તથા વાર તહેવારે તેમના પૂર્વજ ગણાતા ગાથલાજીના મંદિરે દર્શનાર્થે આવે છે અને ભાવ સાથે પુજા-અર્ચના કરે છે. આ બંને પરીવારોમાં કોઈપણ માંગલિક પ્રસંગ હોય ત્યારે સૌ પ્રથમ તેમના પૂર્વજ ગણાતા ગાથલાજીને આમંત્રિત કરવામાં આવે છે. ગરબાડા તાલુકાનાં ગાંગરડી ખાતે આવેલા ગાથલાજીના મંદિરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.૩૧/૧૦/૨૦૧૯ ને ગુરુવારના રોજ દાહોદ દરજી સમાજનાં પાંચ પરગણાનાં પરમાર પરિવાર અને સોલંકી પરીવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને પરમાર પરિવાર અને સોલંકી પરીવારનાં લોકોએ તેમના પૂર્વજોનાં ગાથલાજીના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે સવારમાં ગાયત્રી યજ્ઞ પણ કરવામાં આવ્યુ હતુ અને ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ અંદાજે બપોરના ૧૨:૩૦ કલાકે પ્રસાદી રૂપે ભોજન સમારંભ રાખવામા આવ્યો હતો. આ સ્નેહમિલનનાં કાર્યક્રમમાં દાહોદ પાંચ પરગણા દરજી સમાજના પરમાર પરિવાર અને સોલંકી પરિવારના લોકો તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here