દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

0
104

THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS

આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 5માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દાહોદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર વિશ્વ યોગ દીવસની ઉજવણી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

દાહોદ જીલ્લાનાં મુખ્ય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારે 6 વાગે 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજ્ય મંત્રીએ વિશ્વ યોગ દિવસ ઉપર પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આજનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાતો થયો છે. આનો શ્રેય આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેઓએ દેશને તમામ ક્ષેત્રોની સાથે સાથે આરોગ્ય સુખાકારી રાખવા માટે સમગ્ર વિશ્વમાં યોગને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા માટે યોગને વધુ અને વધુ મહત્વ આપી તેનો પ્રચાર પ્રસાર કર્યો અને કરાવ્યો. અને તેની સાથે જ દાહોદ વાસીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીનું ઝારખંડના રાંચીથી જીવંત પ્રસારણ સમૂહમાં નિહાળ્યા બાદ યોગના ટ્રેનરો દ્વારા 45 મિનિટ સુધી યોગ કરાવડાવવામાં આવ્યો હતો. અને 8 વાગે આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here