દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના 500 લોકોએ એક સાથે 1200 વૃક્ષો વાવીને કર્યું વૃક્ષારોપણ

0
250

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદ સ્થિત પશ્ચિમ રેલ્વે ડિપાર્ટમેન્ટ, ગુજરાત વન વિભાગ, દાહોદ ખાતે કડાણા પાઈપ લાઈનનું કામ કરતી એલ એન્ડ ટી કંપની તથા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષા – રોપણ કાર્યક્રમમાં દાહોદ રોટરેક્ટ ક્લબ, અનેક શાળા – મહાશાળાઓના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ સહિત શહેરની અનેક એન.જી.ઓ. જોડાઈ હતી.

રેલ્વે પ્રીમાઈસીસમાં આવેલ વિશાળ મેદાનમાં સેંકડો પ્રકૃતિપ્રેમીઓના જથ્થા દ્વારા રવિવારે સવારે આશરે ૧૨૦૦ જેટલું વૃક્ષારોપણ સંપન્ન કરી દાહોદના ઈતિહાસના સૌથી મોટા વૃક્ષારોપણનો આજ દિન પર્યંતનો કીર્તિમાન સર્જ્યો હતો. મંડળના વૃક્ષારોપણ કન્વીનર નાસીર કાપડીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થાય જ છે. પરંતુ આ વર્ષે મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીની જહેમતથી રેલ્વેના જી.એમ. દ્વારા સાંપડેલ મોટા મેદાનમાં વૃક્ષારોપણ કરવાની તક પ્રાપ્ત થઇ છે જે અત્યાર સુધીનો નવતર રેકોર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here