દાહોદ : ફતેપુરાના ભાણાસિમલ જુથ યોજનાની પાઈપ લાઈન ભંગાણ કરી પાણી ચોરી કરાતા પોલીસ ફરીયાદ

0
736

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor Fatepua 

ભાણાસિમલ જુથ યોજના દ્રારા દાહોદ જીલ્લા ના વિવિધ વિસ્તારોમા પીવા માટે પાણી પુરુ પાડવામા આવે છે ત્યારે ગામડાઓમા પાઈપ લાઈનમા ભંગાણ કરી સિંચાઈ માટે પાણી ચોરી કરવામા આવતી હોવાની ફરીયાદો ઉઠતા ગતરોજ દાહોદ કલેકટર એમ.એ.ગાંધી દ્રારા રુબરુ સ્થળ તપાસ કરતા પાણી ચોરી બહાર આવતા પોલીસ ફરીયાદ નો હુકમ કરતા પાંચ ફરીયાદ નોંધી ત્રણ ની અટક કરવામા આવી છે.
ફતેપુરા તેમજ સંતરામપુર તાલુકા તેમજ જીલ્લા ના  વિવિધ વિસ્તાર મા પીવા માટે પાણી પુરુ પાડવામા આવે છે તેવા સંજોગો મા ગામડા માથી પસાર થતી પાઈપલાઈનમા ભંગાણ કરી સિંચાઈ માટે પાણી ની ચોરી થતા લોકો ને પીવાનુ પાણી ન મળતા આ અંગે દાહોદ કલેકટર એમ.એ.ગાંધી જીલ્લા પોલીસવડા મનોજ નિનામા, મહીસાગર કલેકટર તેમજ માભલતદાર અને પોલીસ સ્ટાફ સાથે મળી સ્થળ તપાસ કરતા વાલ્વ તોડી તેમા થી પાણી ચોરી થતુ જણાતા તાત્કાલીક વાલ્વ રીપેર કરાવી તેમજ પાણી ચોરી કરતા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધી કડક કાર્યવાહી નો હુકમ કરતા પાણીચોરો મા ફફડાટ ફેલાયો હતો.
ઉપરોક્ત હુકમ ના પગલે નાયબ કાર્યપાલક ઈજનેર રેવાભાઈ ખાંટ દ્રારા ફતેપુરા પોલીસ મથકે મુકેશભાઈ દલાભાઈ પારગી રહે.ઝેર તથા રામાભાઈ પારગી,ભુંડાભાઈ પારગી, સવજી પારગી , કમજી પારગી તમામ રહે. ડુંગર ના વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ઈ.પી.કો. કલમ 379,430,427,120બી, 34 તેમજ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ હેઠળ ગુનો નોંધી ઉપરોકત પાંચ ઈસમો પૈકી ત્રણ ની ધરપકડ કરી બાકી ના બે ની ધરપકડ ના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here