🅱️reaking : લોકડાઉનના પગલે દાહોદ પોલીસ બની સખ્ત : ડ્રોન કેમેરા દ્વારા થી શરૂ કર્યું નિરીક્ષણ

0
146

દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદ શહેરના મુખ્ય માર્ગો તેમજ ગળીઓમાં હવે ડ્રોન કેમેરા થી નજર રાખશે દાહોદ પોલીસ. દાહોદમાં કોરોના વાઈરસના પગલે સ્થિતિ વધુ ન બગડે તે માટે
દાહોદ જીલ્લા પોલીસવડાની સુચના થી પોલીસે ડ્રોન મારફતે શહેરના ચપ્પે ચપ્પાનું મોનીટરીંગ શરુ કર્યુ છે. ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા જે લોકો પોતાના વિસ્તારોમાં વધુ સમય માટે બહાર રહે છે, ત્યાં સ્પેશિયલ કેમેરા મુકવામાં આવ્યા છે અને તે કેમેરાઓની નજરથી રેકોર્ડિંગ કરવામાં આવે છે. અને આ કેમેરાઓમાં જે કોઈ પણ વ્યક્તિ ફળિયામાં ચાલતા, ક્રિકેટ રમતા કે પછી ઓટલા ઉપર બેઠેલા કે કોઈપણ જાતની ગતિવિધિ કરતા ઝડપાશે તો તેમના ઉપર આકરામાં આકરા પગલાં ભરવામાં આવશે. અને કદાચ એવું પણ બની શકે કે આ પગલાં થી તેમના ભવિષ્યને પણ અસર થઈ શકે. માટે દાહોદ શહેરની સમગ્ર જનતાને   NewsTok24  દ્વારા અપીલ કરવામાં આવે છે કે ડ્રોન કેમેરાની નજર થી બચવા માટે ઘરની અંદર રહે. Stay At Home, Safe At Home. આ ડ્રોન કેમેરાની નજરમાં આવનાર લોકો સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાહેેેરનામાંનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here