દાહોદ ભગિની સમાજની ઓલ ઇન્ડિયા વૂમન્સ કોન્ફરન્સ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દીનની ઉજવણી સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

0
587

Himanshu parmarlogo-newstok-272-150x53(1)HIMANSHU PARMAR – DAHOD

દાહોદ ભગિની સમાજની ઓલ ઇન્ડિયા વૂમન્સ કોન્ફરન્સ બ્રાન્ચ દ્વારા આયોજિત અને નવજીવન સ્ત્રી સશક્તિકરણ ટ્રસ્ટ ફંડ, ધી મહિલા સહાયક ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી લી. દાહોદ તથા શ્રી મહાલક્ષ્મી ગ્રામ ઉદ્યોગ સેવા ટ્રસ્ટ સોનગઢ, જી.તાપી ના સૌજન્ય થી આ આંતરરાષ્ટ્રીય મહિલા દીન ઉજવણી સમારોહ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં દાહોદની મહિલાઓને અમદાવાદ થી આવેલ માઈન્ડ પાવર મોટીવેસનલ જીતેન્દ્ર અઢિયા દ્વારા માઈન્ડ ડેવલપમેન્ટ સ્કીલ વિષે જાણકારી આપી મહિલાઓનું મોટિવેશન વધાર્યું હતું. ત્યારબાદ મહિલાઓને ક્વિઝ અને ગેમો રમાડવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ભગિની સમાજના પ્રમુખ, પાલિકાના માજી પ્રમુખ તેમજ વિવિધ સંગઠન સાથે જોડાયેલ મહિલાઓ અને મોટી સંખ્યામાં ગૃહિણીઓ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here