દાહોદ રોટરી કલબ નો સત્કાર સમારંભ યોજાયો, ભાટવાડા પ્રા. શાળામાં દફતર આપવામાં આવ્યા

0
67

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા બોર્ડના વડાની સત્તાવાર મુલાકાત યાત્રા યોજવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિભાગીય વડા રો.ધીરેન દત્તાજી અને અધ્યક્ષ પદના સહાયક ગવર્નર રો.ભરત મિસ્ત્રી શર્માજીનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સરસ્વતી માતાના ફોટો ઉપર માલ્યાર્પણ કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત ક્લબના પ્રમુખ / માનદ્દ સચિવ / પૂર્વ રો.ડો.સી.વી. ઉપાધ્યાયે કર્યું હતું.

ત્યારબાદ અમારા NewsTok24.com ના એડિટર ઇન ચીફ નેહલ શાહનું સ્વાગત રો.ધીરેન દત્તાજી એ કર્યું હતું. અને સાથે સાથે અન્ય ઉપસ્થિત પત્રકારો શેતલ કોઠારી, વિનોદ પંચાલ, ભુપેન્દ્ર ચૌધરી, મનીષ જૈન નું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વેપારી અગ્રણી પ્રવીણ જૈન, પ્રગતિ જૈન, આનંદ પુરોહિત નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગવર્નર ધીરેનદત્તા એ સામાજિક કર્યો વધુ કરવા માટે પ્રેરણા રૂપ વક્તવ્ય આપ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રો.ડો. સી.વી.ઉપાધ્યાયએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here