દાહોદ વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ ઘ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો 

0
757

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR – BUREAU DAHOD

જમ્મુ અને કાશ્મીર રાજયમાં આવેલ ઉરીમાં સેનાના કેમ્પ ઉપર થયેલા અચાનક હુમલામાં દેશના જવાનો શહિદ થયા હતા તેનો આક્રોશ આખા ભારતમાં ઠેર ઠેર જોવા મળેલ છે અને તેના ભાગ રૂપે આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના નગર પાલિકા ચોક ખાતે સાંજના ૦૫:૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ ભાટીયા, જિલ્લા મંત્રી નેહલભાઈ શાહ, જિલ્લા સંયોજક નન્નુભાઇ માવી, દાહોદ પ્રખંડ પ્રમુખ હિમાંશુભાઈ પરમાર, સહ મંત્રી મિતેશભાઈ  ચાવડા, ધવલભાઈ, કમલેશભાઈ મકવાણા, નરેશભાઇ અને અન્ય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો નગર પાલિકાના ચોકમાં આશરે અડધા કલાક સુધી હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને  હાય રે. . . પાકિસ્તાન હાય… હાય … ના નારા સાથે આતંકવાદના પૂતળાઓને આંગ લગાડી વિરોધ દર્શાવ્યો હતો.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here