દાહોદ શહેરના ઇન્દોર હાઇવે ઉપર આવેલ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન શ્રી સીમંધર સ્વામી મંદિરનો ધજાનો કાર્યક્રમ ધામધૂમ થી યોજાયો

0
338

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ શહેરના ઇન્દોર હાઇવે ઉપર આવેલ શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન શ્રી સીમંધર સ્વામી મંદિર નો ધજાનો કાર્યક્રમ ધામધૂમ થી યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર જૈન સમાજ દ્વારા લાભાર્થીના ઘરેથી શોભા યાત્રા કાઢી અને વાજતે ગાજતે જૈન મંદિર ખાતે પહોંચાડી હતી. ત્યાં પૂજા ભણાવી અને ત્યાર બાદ 12:39 કલાકના શુભ વિજય મુર્હતમાં ધજા નો વિધિવત કાર્યક્રમ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો, અને મંદિર પ્રાંગણમાં આવેલ તમામ દેવી દેવતાઓની ડેરીઓની પણ ધજાનો કાર્યક્રમ આ સાથે યોજાયો હતો.

આ કાર્યક્રમ બાદ મંદિરમાં પધારેલ આચાર્ય ભગવંતને ટ્રસ્ટીઓ દ્વારા કામ્બળી ઓડાઢવામાં આવી હતી અને ત્યારબાદ આરતી અને મંગલ દિપક કાર્ય પછી સ્વામી વાત્સલ્ય (સમૂહ ભોજન) નો કાર્યક્રમ રાખેલ હતો. આમ આ દિવસની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here