દાહોદ શહેરના જાહેર ધાર્મિક સ્થળો, શેરી ફળિયા તથા સોસાયટીઓને સેનિટાઇઝ કરી રહ્યું છે નગર પાલિકા તંત્ર

0
130

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ નગર પાલિકાના કોરોના સેનાનીઓ શહેરને કોરોના મુક્ત રાખવા કરી રહ્યા છે દિવસ-રાત પ્રયાસ

કોરોના સંક્રમણને નાથવા લોકડાઉન દરમિયાન સમગ્ર દાહોદ શહેર થંભી ગયું છે. ફકત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ રસ્તા પર જોવા મળી રહ્યા છે. દાહોદ નગર પાલિકા તંત્ર પણ સતત કોરોના સામે લડત આપી રહ્યું છે. દાહોદ નગર પાલિકાના કર્મચારીઓ દિવસ રાત શહેરની સફાઇ સહિતની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. નગર પાલિકા દ્વારા તેમના રોજિંદા સફાઇના કામને વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સફાઇ કર્મચારીઓ રોજે રોજ સફાઇનું કામ એક ઝુંબેશની જેમ બજાવી રહ્યા છે. આ માટે સ્વીપર મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં ફોગીગ પણ નિયમિત કરવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર સેનીટાઇઝેશનની કામગીરી પણ સતત ચાલુ છે. સાથે શહેરમાં જે સ્થળોએ કવોરન્ટાઇન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાં પણ રોજે રોજ સફાઇ અને સેનીટાઇઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે શહેરના જાહેર ધાર્મિક સ્થળોને પણ સેનિટાઇઝેશનની કામગીરી નગરપાલિકા કરી રહી છે. આજ રોજ સીમંધર જૈન મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.

વધુમાં માસ્ક ન પહેરનારા નગરજનોને નગર પાલિકા દ્વારા દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ કામગીરી કરતા કર્મચારીઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. તેમને સેફટી કીટસ – માસ્ક, સેનિટાઇઝર સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. વધુ કર્મચારીઓ હોય તો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here