દાહોદ શહેરના દરજી સમાજ નું ગૌરવ – દ્રોણ કેયુર પરમાર : ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધામાં દાહોદ જિલ્લામાં પ્રથમ

0
183

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

હાલમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ખેલ મહાકુંભ – ૨૦૧૯ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાનાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા.૧૬/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજ ભાઈઓની અંડર – ૧૪, અંડર – ૧૭ અને ઓપન એજ ગ્રુપની કરાટેની સ્પર્ધા યોજાઈ. જેમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દરજી સમાજનો દીકરો દ્રોણ કેયુરકુમાર પરમાર (દરજી) કે જે અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અર્બન પ્રાથમિક શાળાના ધોરણ ૬ – બ માં અભ્યાસ કરે છે અને તે ટ્રેડિશનલ વાડો – રયુ કરાટે ડો ઇન્ડિયાના ચીફ કોચ અને ટેકનિકલ ડાયરેક્ટર રાકેશ એલ. ભાટીયા ના માર્ગદર્શન હેઠળ તેમના સીનીયર કોચ કલ્પેશ ભાટીયા દ્વારા કરાટેની તાલીમ પામેલ અને સખત મહેનત કરેલ. તે ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધા (ભાઈઓ) માં પોતાના વય ગૃપ અંડર – ૧૪ વય ગૃપમાં ૪૦ કિ.ગ્રા. થી ૪૫ કિ.ગ્રા. વજનની કેટેગરીમાં કુમિતે (ફાઈટ) માં પ્રથમ (૧ લો) નંબરે આવી સંસ્થા, દાહોદ શહેર, દરજી સમાજ, અર્બન પ્રા. શાળાનું તથા તેમના કોચ રાકેશ એલ. ભાટીયા, વિનોદ વી. ખપેડ, કલ્પેશ એલ. ભાટીયા અને તેના પિતા કેયુરકુમાર પરમારનું તથા સમગ્ર પરમાર પરિવારનું નામ રોશન કરેલ છે. તે બદલ દરજી સમાજના અગ્રણીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવે છે. અને તે હવે પછી યોજાનાર રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પણ તે આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવા આશીર્વાદ આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here