દાહોદ શહેરના વોર્ડ નં. ૯ માં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ભાજપ પરિવાર દ્વારા શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો 

0
70
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના હનુમાન બજારમાં વોર્ડ નં. – ૯ વિસ્તારના સૌ લોકો જોડે જિલ્લા અને શહેર ભાજપ પરિવાર દ્વારા એક શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ આજે તા.૦૭/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રભારી અમિતભાઇ ઠાકર, પૂર્વ પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા મહામંત્રી દીપેશભાઈ લાલપુરવાલા, નરેન્દ્ર સોની, નગર પાલિકા પ્રમુખ અભિષેકભાઈ મેડા તથા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઇ સહેતાઈ, સંયુક્તાબેન મોદી, નાલિનકાન્ત મોઢિયા, સંતોકબેન પટેલ, અશેષભાઈ લાલપુરવાલા, ગીરીશભાઈ પટેલ, દાહોદ શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ વ્યાસ, મંત્રી તુલસીભાઈ જેઠવાણી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ રાઠી તથા વોર્ડ નં. – ૯ ના ભાજપના કાઉન્સિલર, ભાજપના કાર્યકર્તા તથા આ વિસ્તાર નાગરિકો સૌ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. ત્યારબાદ નગરાળા બી.એડ. કોલેજની વિદ્યાર્થીનીઓ એ પ્રાર્થના ગીત નૃત્યના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું પછી શ્રી કૃષ્ણા પ્રણામી આર્ટ્સ કોલેજ દ્વારા સ્વાગત નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ જશવંતસિંહ ભાભોર અને અમિતભાઇ ઠાકરનું અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા બુકે, સાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને
તે પછી ગોજો રયુ કરાટે ડો એસોસિએશન વતી રવિન્દ્ર ભગત તથા મહેશ રાઠોડ તથા તેમની ટીમ દ્વારા દ્વારા સાંસદ જસવંતસિંહ ભાભોર અને અમિતભાઈ ઠાકરને બ્લેક બેલ્ટની માનદ્દ પદવી આપી હતી. ત્યાર બાદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને અમિતભાઈ ઠાકર દ્વારા સને ૧૯૨૫ થી લઈને સને ૨૦૨૦ સુધી માં જે પણ વ્યક્તિ વિશેષ હોય તેને રાષ્ટ્રીય સ્વયં સંઘ અને ભાજપ પાર્ટીને પાયામાથી ઊભી કરીને આજે એક મોટું વટવૃક્ષ સમું બનાવ્યું છે તે બદલ તે સૌ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું વધુમાં વોર્ડ નંબર – ૯ ના નગર પાલિકા દાહોદ બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૬ જેટલા મહાનુભાવો આ એક જ વોર્ડમાથી પ્રમુખની સત્તા પર આરૂઢ છે તેવા લોકોના સન્માન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here