દાહોદ શહેરની  ગોકુલ સોસાયટીમાં હોળી તથા ધુળેટીના પર્વનું ધામધુમથી આયોજન કરાયું 

0
524
keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar – Dahod Bureau
દાહોદ શહેરના ગોકુલ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી તથા ધુળેટીની ઉજવણી કરવામાં આવી. ગોકુલ સોસાયટી તથા તેની આસપાસની સોસાયટીના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. ધુળેટીના દિવસે સવારથી જ ચા નાસ્તાથી માંડીને આખા દિવસના  કાર્યક્રમનું સફળ આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના તમામ  લોકોએ આ હોળી તથા ધુળેટીની ઉજવણીમાં ભાગ લઇ સાથસહકાર આપીને ખુબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here