દાહોદ શહેરનું ગૌરવ : દાહોદની પ્રેરણા શર્મા એ “પરિવાર સે ખુશીયા” નામની એક બુક લખી કે જે Amazon પર પણ છે ઉપલબ્ધ

0
400

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની પ્રેરણા શર્માએ “પરિવાર સે ખુશિયા” નામની એક પુસ્તક લખી દાહોદને ગૌરવ અપાવ્યું છે. અને ગૌરવની વાત એ છે કે આ પુસ્તક Amazon પર પણ સેલ માટે મુકાઈ ગઈ છે. આ બાબતે દાહોદ શહેરની જનતાને નમ્ર વિનંતી કે તેઓ Amazon પર આ બુક દેખે, ખરીદે, વાંચી અને તેને લાઈક કરી શેર કરે.

આપણા દાહોદ શહેરની એક દીકરી પરિવારને જોડતા મુદ્દે એક પુસ્તક “પરિવાર સે ખુશિયા” બહાર પાડતી હોય ત્યારે સમાજ માટે પણ એક ગૌરવની બાબત છે. અને આપણા સૌની ફરજ બને છે કે તેને પ્રોત્સાહન આપી આ બુક ને Amazon પરથી માત્ર ૯૦/- રૂપિયામાં ખરીદી કરે. આપણે સૌ ૯૦/- રૂપિયા સામે ન દેખી તેના ઉત્સાહમાં વધારો કરવો જોઈએ. કે આપણા દાહોદ શહેરમાં પણ આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ રહે છે. જેથી કરીને તેઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે. અને આ દાહોદ શહેર માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here