દાહોદ શહેરમાં ગણપતિ બાપ્પાના તહેવારમાં પારસી કોલોની, સોનીવાડ, રાવળીયાવાડ, ગૌશાળા ચોકની ઝાંખી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

0
578

 

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગણપતિ બાપ્પા 10 દિવસ માટે અલગ અલગ જગ્યાએ કુલ 140 ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં પારસી કોલોની, સોનીવાડ, ગૌશાળા ચોક, ધોબીવાડ, રાવળીયાવાડ રહ્યા હતા. બીજા અનેક મંડળોએ પણ ખૂબ સારી ઝાંખી કરી હતી તેમાં પડાવ ચોક, સહકાર નગર, એમ.જી.રોડ, નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, દરજી સોસાયટી, ગોવિંદ નગર, જલવિહાર સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડની ઝાંખીઓએ લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી.navi 2images(2) દર વર્ષની માફક આ વર્ષે પણ લોકો દરેક ગણપતિ મંડળની ઝાંખીઓ દેખવા માટે લાંબી લાંબી કતાર બનાવીને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે કલાકો સુધી શ્રદ્ધા પૂર્વક લાઈનમાં ઊભા રહીને દર્શનનો લાભ લીધો. આ બધા મંડળો દ્વારા લોકોને કોઈપણ જાતની અગવડતા ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here