દાહોદ શહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
517

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ત્યારે આજે તા.૦૯/૦૮/૨૦૧૯ ને શુક્રવારે વિશ્વ આદિવાસી દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી આ ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ જે. એન. સિંહ, વનમંત્રી ગણપતસિંહ વસાવા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય વજેસિંહ પનદા, ચંદ્રિકાબેન બારીયા, રમેશભાઇ કટારા, ભાવેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમખુ યોગેશભાઇ પારઘી, નગર પાલિકા પ્રમખ અભિષેક મેડા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ, આદિજાતિ વિકાસ કમિશ્નર જે. રંજીથકુમાર, કલેક્ટર વિજય ખરાડી સહિત આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

સૌ પ્રથમ વનમંત્રી ગણપતવસિંહ વસાવા એ કહ્યું કે રાજ્ય સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે. આ સરકારે આદિવાસીઓની વિશેષ દરકાર લીધી છે. આદિવાસી પત્તાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાનાં ૪૦૦૦ કરતાં વધુ ગામોમાં વસતા આદિવાસીઓએ વિકાસના ફળ ચાખ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે PESA એક્ટ ના કારણે ૧૩ લાખ એકર કરતાં વધુ જમીન આદિવાસી સમાજને મળી છે. આજ સરકાર આવો ત્વરિત નિર્ણય કરી શકે છે. તેમણે કશ્મીરને કેન્દ્રિય પ્રદેશ જાહેર કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રાસંગિક સંબોધનો તથા આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે સભાગૃહ માં પ્રવેશ્યા ત્યારે તેમણે આદિવાસી દેવિ-દેવતાઓને વંદન કર્યા હતા. બાદમાં આદિવાસી સમાજ દ્વારા બંડી, કંદોરો, ભોરિયું અને તીરકામઠું આપી તથા પરંપરાગત પાઘડી પહેરાવી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે થયેલી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં પ્રસ્તુત થયેલા વનવાસી ક્ષેત્રના વિવિધ સમાજ તથા પ્રાંતના નૃત્યોની લાજવાબ પ્રસ્તુતીથી દર્શકોના મન મોહી લીધા હતા. આદિજાતિ ક્ષેત્રના વિવિધ સમાજની સંસ્કૃતિ, રીતરીવાજો અને દરવેશના પરિચય આપતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોએ સભા મંડપમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દેવગઢ બારિયાની શિવાજી વ્યાયામ શાળા, તે બાદ અનુક્રમે ઝાલોદના જીતેન્દ્ર ડાંગી અને સમુહ તથા કલસિંહ ભાભોર અને સમુહે આદિવાસી લોકસંસ્કૃતિ દર્શાવતા નૃત્યોની શાનદાર રજૂઆત કરી હતી. પરંપરાગત પહેરવેશ તથા વાદ્યોના સંગીત સાથે લોકબોલીના ગીતો સાથે આ નૃત્યો રજૂ થયા હતા. તત્પશ્ચાત રંગુભાઇ એન્ડ ગ્રુપે પ્રસિદ્ધ છોટાઉદેપુરના રાઠવા નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. રાઠવા સમાજના લોકો વાહતહેવારે આ નૃત્ય કરતા હોય છે. સંતરામપુરના મુકેશભાઇ બામણિયા અને તેમના સમુહે તલવાર રાસ રજૂ કર્યો હતો. આ ઉપરાંત, તાપીના ચૌધરી નૃત્ય અને ગામીત નૃત્યોની પણ પ્રસ્તુતી થઇ હતી. હાકલાપડકારા સાથે રજૂ થયેલા આ નૃત્યોએ લોકોના દિલ જીતી લીધા હતા. ફતેપુરાના વિજયભાઇ કટારાએ સાંજીદા સાથે પરંપરાગત આદિવાસી ભક્તિભજનોનું ગાયન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું પણ જણાવ્યુ હતું કે જેથી ગુજરાતનાં લોકો પણ દેશ કાજે રક્ષા માટે સરહદ પર જઈ શકે. વિશ્વ આદિવાસી દિનની દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી એ આદિજાતિ ના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસના કામો માટે રૂ.૨૪૮૧ કરોડ ફાળવ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રી એ જણાવ્યુ કે આપના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબધું કલ્યાણ યોજના હેઠળ રૂ.૯૦ હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે. આદિવાસી નરબંકાઓનું પુણ્ય સ્મરણ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે બીરસા મુંડાએ અંગ્રેજોને ધૂળ ચટતા કરી દીધા હતા. ગુજરાતમાં માનગઢ ખાતે ગોવિંદગુરુ એ અંગ્રેજોએ સામે લડાઈ કરતા હતા અને આ જંગમાં ૧૫૦૦ જેટલા આદિવાસીઓ શહિદ થયા હતા. આવા અનેક શૂરવીરોએ ભારત ભોમકાનું રક્ષણ કર્યું છે. આદિવાસી સમાજ હંમેશા દેશની પડખે ઊભો રહ્યો છે.

વન્ય સંપદા અને વન્ય પ્રાણીઓનું આદિવાસી રક્ષણ કરે છે વન પ્રત્યેના આદિવાસી સમાજના સમર્પણના પરિણામે જ આપણે આપણે ગુજરાતી વનની અનમોલ ભેટ નું સંરક્ષણ કરી શક્યા છીએ તેમ ઉમેર્યુ હતું જંગલ વિસ્તારમાં જમીનના અધિકારો આદિવાસીઓને આપવામાં આવ્યા છે તેમ કહેતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગૌણ વન પેદાશ ખનીજ ના અધિકારો આદિવાસી સમાજને રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટ હેઠળ આપવામાં આવ્યા છે વર્ષોથી પેસા એક્ટ ના અમલને વાતો થતી હતી પણ આ સરકારે તેનો તુરંત જ અમલ કર્યો છે હવે આદિવાસી સમાજ પણ સૌના સાથ અને સૌનો વિકાસ મંત્ર અને ફળીભૂત કરવા લાગી ગયો છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આદિવાસી સમાજના આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે મુખ્યમંત્રી અમૃતમ યોજના ઉપરાંત ગંભીર બિમારીથી ગ્રસ્ત આદિ જાતિના લોકોને આદિવાસી પેટા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે શિક્ષણ માટે મોડેલ શાળા એકલવ્ય શાળા છાત્રાલય શરૂ કરવામાં આવી છે તેમણે ઉમેર્યું હતું કે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે ૧૧ લાખ આદિજાતિ બાળકો ને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે પણ 143 કરોડની જોગવાઈ કરી છે નાના ગામોમાં પણ વીજળી પહોંચાડવામાં આવી છે વનના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી જવાના રસ્તા પાકા બનાવવામાં આવ્યા છે આમ તો ડબલ બેડ નો સર્વાંગી વિકાસ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્ય છે તેમ કહી મુખ્યમંત્રીએ આ તકે રાજ્યના તમામ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિનની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here