દાહોદ શહેરમાં લોકડાઉન અને જનતા કરફ્યુનું લોકોએ સ્વૈચ્છિક રીતે કર્યું પાલન

0
94

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે  આજ તા.૨૦/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ થી તા.૦૧/૦૮/૨૦૨૦ શનિવાર સુધી દાહોદ નગર પાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ દ્વારા જાહેર જનતાને આ કોરોના મહામારીના પગલે સ્વૈચ્છિક લોકડાઉન અને જનતા કરફ્યુ માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ વહેલી સવારથી અમુક વિસ્તારોમાં આજે દશામાંના ત્યૌહાર શરૂ થતાં હોવાથી બહુ ભીડ જોવા મળતા નગર પાલિકા કર્મચારીઓ દ્વારા લોકોને આ જનતા કરફ્યુ અંગે જાગૃત કરી આ કોરોના રૂપી મહામારી સામે પોતાના ધંધા રોજગાર બંધ કરવા અપીલ કરવામાં આવી હતી.

દાહોદ શહેરના સ્ટેશન વિસ્તારની અમુક દુકાનો છોડીને સમગ્ર દાહોદના વિસ્તારો બંધ રહ્યા હતા. દાહોદ નગર પ્રમુખ અને ઉપપ્રમુખની અપીલને ધ્યાનમા લઈ લોકોએ પોતે સ્વયં પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને લોકડાઉનનું આજે પહેલા દિવસે સફળતા પુર્વક બધા વિસ્તારો બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here