દાહોદ શહેર ખાતે આજે સવારે 9.00 કલ્લાકે  હનુમાન બજાર રણછોડરાય મંદિરેથી ભગવાન શ્રીજગ્ગનાથજીની 9મી શાહી રથયાત્રા નીકળી 

0
601

Himanshu parmar

logo-newstok-272-150x53(1)HIMANSHU PARMAR DAHOD 

દાહોદ શહેર ખાતે આજે સવારે 9.00 કલ્લાકે  હનુમાન બજાર રણછોડરાય મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની 9 રથયાત્રા નીકળી. આ રથ યાત્રાના રથમાં ભગવાન શ્રીજગન્નાથની પધરામણી કરતા પેહલા પ્રભુની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી  આવી હતી. આ આરતી ની  અર્ચનામાં ગુજરાત  રાજ્યના અને ધાનપુર દાહોદના મંત્રી બચુભાઈ ખાબડે , દાહોદ જિલ્લા કલેકટર પાડલીયા, જિલ્લા વિકાસ અધિકારી સુજલ મયાત્રા, જિલ્લા પોલીસવડા મનોજ નિનામા,પાલિકા પ્રમુખ સંયુક્તાબેન, ઉપ પ્રમુખ ગુલશન બચ્ચાણી, એસ.ટી નિગમ ના ડિરેક્ટર સુધીર લાપુરવાળા, ધારા સભ્ય દાહોદ  પણદા, વગેરે એ પ્રભુ ભક્તિ માં ભાગ લીધો હતો. આરતી કાર્ય પછી આ  ચાંદીની સાવરણીથી પ્રભુ શ્રી જગન્નાથજીની રથ યાત્રાના માર્ગ ની પાણી નાખી બુહારી કરી હતી અને ત્યારબાદ પ્રભુ ની રથયાત્રા એ પ્રસ્થાન કર્યું હતું.

દાહોદ હનુમાન બજાર થી નીકળી  પડાવ ચોક થઈ દોલતગંજ બજારમાં થઈ અને સોનીવાડમાં આ રથ યાત્રા પહોંચી હતી અને કલ્લાક ના વિરામ બાદ પાછી આ રથ યાત્રા મંડાવાવ ચોક થઈ ગોવિંદનગર થઈ અને માણેક ચોક વાળા રસ્તે પાસેથી દેસાઈવડે ગઈ હતી. અને ત્યાંથી પછી પરત ફરી એમ.જી રોડના રસ્તે થઈ નેતાજી બજાર થઈ અને પૂર્ણ થઈ હતી.

રસ્તા માં કચ્છી ડાન્સ , કર્તબો,  કરાટેની ટીમો ઘ્વારા વિવિધ દાવ પેચો, અને અખાડા વાળા ઘ્વારા અનેક ખેલો રસ્તા  ઉપર કરતા કરતા જગન્નાથ પ્રભુ ની યાત્રા દાહોદ ના વિવિધ રાજ માર્ગો પર ફરી હતી. 

આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસવડા મનોજ નિનામાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પી.આઈ માનસિંગ ઘ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રા કાઢવામાં આવી હતી.  

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here