દાહોદ શહેર ખાતે જલારામબાપાની ૨૧૭મી જન્મજયંતિ તથા શ્રી સાંઇબાબાના ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

0
450

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે આવેલ પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિરે સંવત ૨૦૭૩ કારતક સુદ ૭ ને સોમવાર તારીખ ૦૭/૧૧/૨૦૧૬ના રોજ જલારામ બાપાની ૨૧૭મી જન્મ જયંતિ તથા શ્રી સાંઇબાબા નાં ૯માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.navi-final-diwali
સવારમાં ૦૭:૦૦ કલાકે નિત્ય આરતી અને પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૦૯:૩૦ કલાકે સંકીર્તન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે જલારામબાપાના મંદિરે થી નીકળી માર્કેટ યાર્ડ થઈ પડાવ થી નેતાજી બજાર થઈ દોલતગંજ બજારથી બપોરનાં ૦૨:૧૫ કલાકે મંદિરે પરત ફરી થતી અને ત્યારબાદ બપોરે ૦૨:૩૦ કલાકે શોભાયાત્રાની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ પરમ પૂજ્ય જલારામબાપાની તથા પરમ પૂજ્ય સાંઈબાબાની મંદિરના ગુંબજ પર ધજારોહણ કરવામાં આવી હતી. પછી બપોરના ૦૪:૦૦ કલાકથી ભોજન પ્રસાદી (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ૦૮:૦૦ કલાકે ફરીથી નિત્ય આરતી અને ત્યારબાદ ૦૯:૦૦ કલાકે ભજન સંધ્યા (ડાયરો) નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૧૨:૦૦ કલાકે ફરીથી પૂજ્ય બાપાની આરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ શહેર અને તેની આજુબાજુના ગામોના લોકો પણ આ પ્રસંગ નો લાહવો લેવા જલારામબાપાના મંદિરે આવ્યા હતા.  આ સમસ્ત કાર્યક્રમ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દાહોદનાં સહયોગથી કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here