દાહોદ શહેર ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન , બાઇક રેલી યોજી કોંગ્રેસના રોડ શોનો આપ્યો જવાબ

0
334
આજે ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થવાના છે ત્યારે કૉંગ્રેસની ગઈ કાલની રેલીનો જવાબ આપવતા આજે તા.૨૧/૦૪/૨૦૧૯ રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા શહેરના મુખ્ય રાજ માર્ગો પર વિશાળ બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી  સવારે ૦૯:૩૦ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર થી શરૂ થઈ હતી. અને પ્રસંગ પાર્ટી પ્લોટ થી શરૂ થઈ આ રેલી દાહોદના ઠક્કર બાપા ચોકડી – ચાકલીયા રોડ – ગોદી રોડ – ઓવર બ્રિજ – સ્ટેશન રોડ – સ્વામિ વિવેકાનંદ ચોક – તળાવ – દેસાઇ વાડ – એમ.જી. રોડ – દૌલતગંજ બજાર – ગૌશાળા – બહારપુરા – સરદાર ચોક પડાવ – નેતાજી બજાર  થઈ દાહોદ નગરપાલિકા  ઉપર તેનું સમાપન કરાયું હતું. રેલીમાં અબકી બાર ફિર મોદી સરકાર અને ભારત માતાકી જયના સ્લોગનોના બેનરો, ઝંડા અને ચાસ્માઓ કટાઉટ્સ બાઈકો ઉપર લગાવી અને ખુબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ અને રેલી કાઢી હતી આમ જોવ જઈએ તો આ ગઈ કાલે દાહોદમાં કોંગ્રેસએ કરેલી એક રેલીને વળતો જવાબ પણ છે અને આજે જયારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ પણ છે જેને ધ્યાને લઇ દાહોદ શહેર ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું એવું પણ લોકોમાં ચર્ચા છે.
આ રેલીમાં દાહોદ યુવા ભાજપના કાર્યકર્તા, કાઉન્સિલરો, સંગઠનના હદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here