દાહોદ : સંજેલીના ગસલી ગામે નજીવી બોલાચાલીમાં બે ઈસમોએ કરી એક મહિલાની હત્યા

0
546

Faruk Patel Sanjeli 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં ગસલી ગામે બે ઇસમો અરવિંદભાઈ દલસિંગભાઈ વળવાઈ અને લાલભાઈ દલસિંગભાઈ વળવાઈએ તે જે ગામના એક ઘરના દરવાજા તોડી ઘરમાં મારક હથિયારો લઈ ઘૂસી જઈને તારો ભાઈ મારા બાપ સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈને ઘરમાં હાજર નારસિંગભાઈ ભૂરાભાઈ અને પત્ની રમીલાબેન બન્નેને મારક હથિયારો વડે ઘા ઝીંકતા પત્ની રમીલાબેનનું મોત નીપજયું હતું જ્યારે આ બન્ને ઇસમોએ જતાં જતાં બહાર બાંધેલા બળદ ઉપર પણ મારક હથિયાર વડે હુમલો કરતાં તેનું શિંગડું કાપી નાખ્યું હતું.

       આ સમગ્ર ઘટનાથી સંજેલી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બાબતે મૃતકની દીકરી શર્મિષ્ઠાબેને સંજેલી પોલીસ મથકે માતાની હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here