દાહોદ સહકારી સંઘની ચૂંટણી યોજાઈ, કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

0
87

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની સહકારી સંઘની આજે તા.૦૮/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ ચૂંટણી યોજાઈ હતી. દાહોદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી માટે ગત તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ફોર્મ ભરાય હતા અને તા.૦૫/૧૦/૨૦૨૦ ના રોજ આ તમામ ફોર્મ મંજુર કરવામાં આવ્યા હતા અને તા.૭/૧૦/૨૦૨૦ ના રોજ આ ભરેલ ફોર્મ પાછા ખેંચવાની તારીખ હતી પરંતુ આ ભરેલ 14 ફોર્મ પૈકી 13 ફોર્મ યથાવત હતા અને આ તમામ ઉમેદવાર કૉંગ્રેસના જ હતા. જેમાં ભાજપના કોઈ પણ ઉમેદવારોએ કે અન્ય કોઈએ ફોર્મ ન ભરતા આ તમામ 13 ઉમેદવાર આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આમ કૉંગ્રેસએ દાહોદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી જીતી ફરી પ્રભુત્વ મેળવ્યું હતું. અને તેની સત્તાવાર જાહેરાત દાહોદ SDM એમ.એમ. ગણાસ્વા દ્વારા દાહોદ પ્રાંત કચેરીમાં કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here