દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે હજારોની જનમેદનીમાં ડિજિટલ લોકર સિસ્ટમનું લોકાર્પણ કરાયું

0
275

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

શહેર ના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે ઉપસ્થિત બંને મંત્રીઓ દ્વારા ઓનલાઈન ડોક્યુમેંટ સ્ટોરેજ (ડીજીટલ લોકર) સુવિધા માટે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે ની માહિતી પણ આપવામાં આવી હતી. આ ડીજીટલ લોકર એટ્લે કે આ લોકરમાં આપણા પોતાના અંગત ડોક્યુમેંટ જેવાકે AADHAAR, PAN Card, PASSPORT, ELECTION CARD, RATION CARD કે અભ્યાસને લગતી દરેક ધોરણની માર્કસીટ, સર્ટીફીકેટને આપણે આ લોકરમાં સેવ કરી લઈએ તો આપણને ગમે તે જગ્યાએ આપણા ડોક્યુમેંટ સાથે ન લઈ જઈ આ લોકરની પીન નંબર જે તે જગ્યાએ આપી આપણે આપણા ડોક્યુમેંટ વેરિફાઇ કરાવી શકીએ છીએ. તેના વિષે પણ વધુ માહિતી આપવામાં આવી હતી.. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને ગુજરાત રાજ્ય ના મંત્રી વલ્લભ કાકડિયા દ્વારા આ સદુપયોગી યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નોંધ: – દેશ વિદેશ ફરવા જતાં અથવા કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ કે કોઈ અગત્યના કામ માટે જતાં ડૉક્યુમેન્ટ ખોવાઈ જઇ મુશ્કેલીમાં મુકાઇ જતાં ડીજીટલ લોકરનો પીન નંબર આપતા વેરિફિકેશન કરવી શકશે. અને એ ડોકયુમેન્ટ તુરંત જ ઓન-લાઇન થી પ્રિન્ટ કાઢી પણ શકાય જેથી આપડે ખરી મુશ્કેલીમાંથી સરળ રીતે બહાર આવી શકીય। સરકારનું આ પગલું ખરેખર લોકોએ ખુબ સરાહનીય ગણાવી અને વખાણ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here