દાહોદ સુખસરના PSI – P.H. JADEJA  અને કોન્સ્ટેબલ દસરથસિંહ વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

0
6716

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદ ના સુખસરમાં 24/11/16 ના રોજ કપિલ ભરતભાઈ કલાલ ને તત્કાલીન સુખસર પોલીસ સ્ટેશન ના PSI   –  P.H.JADEJA એ અને કોન્સ્ટેબલ દસરથસિંહ ને પોલીસ સ્ટેશન માં મારી અને હાથે અને પગે ફ્રેકસચેર કરી નાખ્યું હોવાની ફરિયાદ માટે પીડિત એ જે તે સમય સુખસર પોલીસ સ્ટેશન ગયેલ હતો પરંતુ સુખસર પોલીસ સ્ટેશને તેની ફરિયાદ લેવાને બદલે તેને ધમકાવી કાઢી મુકવામાં આવ્યો હતો એટલુંજ નહિ તેની માતાને પણ ધમકાવી કાઢી મુકાઈ હતી.અને ફરિયાદ ના લેતા 26/11/16 ના રોજ સુખસર ગમે જડબેસલાક બંધ પાળ્યો હતો અને તેમ છતાં કોઈ નક્કર પરિણામ ના આવતા કપિલ કલાલ એ ગુજરાત હાઇ કોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાંથી 22/2/17 ના રોજ નામદાર હાઇકોર્ટે દાહોદ જિલ્લા પોલીસ વડા ને આ સમગ્ર બબડે દિન 15 માં તાપસ કરી અને ફરિયાદ નોંધવા નો હુકમ કરેલ હતો જેના પગલે ગઈ કાલે તારીખ 8/3/17 ના રોજ તે 15 દિવસ ની મુદ્દત પુરી થતી હોઈ આ ટાપોર્ટ્સ સોંપેલ નાયબ પોલીસ વડા આર. વી.  ડામોર એ તાપસ ના અંતે લોકો ના નિવેદનો લઇ અને સુખસર પોલીસ સ્ટેશન ના PSI   –  P.H.JADEJA એ અને કોન્સ્ટેબલ દસરથસિંહ  વિરુદ્ધ ઇપીકો કલામ 323, 325, 504, 114 મુજબ નો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here