દાહોદ 10માં બોર્ડમાં ઓપન પરીક્ષામાં વિસ્લંગાનો એક પુત્ર પિતાની જગ્યાએ અને કે.ટી મેડા સ્કૂલનો એક વિદ્યાર્થી અન્યના સ્થાને ડમી પરીક્ષા આપતા પોલીસ ફરિયાદ : શું શિક્ષણનું વેપારી કારણ થઇ રહ્યું છે ?

0
1172

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

દાહોદ ખાતે આજે SSCની વિજ્ઞાન ની પરીક્ષામાં ઓપન વિદ્યાર્થીઓ ની પરીક્ષા દાહોદ ની આર.એલ.એન્ડ પંડ્યા હાઈસ્કુલ માં યોજાઈ રહી હતી ત્યારે વર્ગના સુપરવાઇસર શિરીષભાઈ દ્વારા રીસીપ્ટ ચેક કરતા ડામોર શંકર મલસિંહ ના ફોટા માં છેડછાડ હોવાનું જાણતા તેઓએ બેઠલ વિદ્યાર્થી વધુ વિગતો પૂછતા તે ઘભરાઈ ગયો પોતે પોતાના પિતા શંકર ડામોર ની જગ્યાએ પ્રકાશ શંકર ડામોર હતું. અને તે વિશ્લંગા સ્કૂલનો હોવાનું હતું.

જયારે અન્ય બીજા વર્ગ માં વસવાબેન દ્વારા રીસીપ્ટ ચેકિંગ દરમિયાન ચારેલ વિનોદ કસુભાઈ ની જગ્યાએ તેમના સબંધી ઈલેશ બાબુભાઈ ચારેલ પરીક્ષા આપવા બેઠો હતો. સરુઆત માં વાસવાબેન ને શંકા વિગતો પૂછવાનું શરુ કર્યું હતું અને ખોટી જનમ તારીખ અને વિગતો આપવા મળ્યો હતો પાચલ તલ્લા કરતા તેને બિલ્ડીંગ સુપરવાઇસર ને સોપી દીધો હતો.

આ બિલ્ડીંગ કંડકટર પાસે બંને ડામી પરીક્ષા આપવા બેઠેલ વિદ્યાર્થીઓ ને લઇ જવાય હતા. અને આચાર્ય તેમજ બિલ્ડીંગ કંડકટરએ ભેગા મળી આ બંને ડામી ઉમેદવારો ને પોતાની ઉત્તરવહી સાથે લઈ અને બે શિક્ષકો અને બિલ્ડીંગ કંડકટર દાહોદ પોલીસ આ આપી અને ડામી વિદ્યાર્થિયો ના વિરુધ નોંધાવી અને આગળ ની તપાસ કરવા માટે પોલીસ ને ભલામણ કરી હતી.

જયારે બીજી બાજુ એ મુદ્દો શંકા ઉત્પન કરે છે કે જો આજે આ બંને જાગૃત શિક્ષક હતા તો આ બંને વિદ્યાર્થિયો પકડાયા હતા. પરંતુ જયારે પેહલું પેપર ગુજરાતીનું આપ્યું તો આ બંને ડમી કેમ ના પકડાયા શું તે દિવસે તેમના વર્ગ શિક્ષકોએ તેમની ચેકિંગ નહોતી કરી ? શું તેઓને આ રીસીપ્ટ સાચીજ લાગી હતી ? અને નહોતી તો તેઓએ કોઈ એકસન કેમ ના લીધી ? અને હતી તો આ શિક્ષકોએ આવા ડામી વિદ્યાર્થીઓ ને કેમ નાં પકડ્યા ? આવા અનેક પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યા છે. શું આ બનાવની નિષ્પક્ષ તપાસ થશે ખરી ?

કેમકે ગંભીર વિષય હોય અને જીલ્લા શિક્ષણાધિકારી ને ફરિયાદ નોંધાવાની તૈયરી થતી હોય ત્યાં સુધી કઈ બાબત છે તેજ ખબર ના હોય તો આ વાત 100ટકા શક્ય છે કે રામ રાજ ને પ્રજા શુખી જેવું થઇ રહ્યું છે.
શું આ પુર્વાનીયોજિત કાવતરું નથી ? આવું સ્કેન્ડલ બોર્ડની પરીક્ષામાં દાહોદમાં ઘણી સ્કૂલોમાં ચાલતું હોવાનું લોકોમાં ખુલ્લે આમ ચર્ચાઈ રહ્યું છે.
શું શિક્ષણ ને પરીક્ષા એક મોટો વેપાર બની ગયો છે ? આની પાછળ ભેજું કોણ અને જીલ્લા શિક્ષણ અધિકારીની કચરીના વહીવટદારોજ મોટા પાયે વહીવટ કરી અને ગોઠવણ કરી રહ્યા હોવાનું પણ લોકોમાં આ મુદ્દાની સાથે સાથે ચર્ચાઈ રહ્યું છે.
શું ગુજરાત સરકાર આ શિક્ષણમાં ચાલતા આવા વેપલા ની તપાસ કરાવશે ખરી ? અને દોષિતો પર પગલા ભરાશે ? શું દાહોદ જીલ્લા કલેકટર પોતે અંગત રસ લઇ ને આ ઘટના ની તપાસ કરશે ખરા ?
ખરેખર શિક્ષણમાં ચાલતા આવા ધંધાથી સ્કોલર વિદ્યાર્થિયો ને માર પડી રહી છે. જેથી સરકારને અને તંત્ર ને લોકો તરફથી આ રજૂઆત છે NEWSTOK 24ના માધ્યમ થી કે આવા ગુનેગારોને જીલ્લા શિક્ષણ ખાતું શોધી અને બહાર લાવી અને સજા આપે જેથી કરીને ભવિષ્યમાં આવા ખોટા ખોટા કામ કરવા કોઈ ડામી વિદ્યાર્થિયો તૈયારાજ ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here