દાહોદ APMC માં ફરી એક વખત ભગવો લહેરાયો

0
492

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA

આજ રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે APMC માં ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. દાહોદ APMC ની ચૂંટણી એપ્રિલ માસમાં થઈ હતી જે પૈકી તા.૦૨/૦૬૦૨૦૧૮ શનિવારના રોજ આજે સવારે ૧૦:૦૦ કલાકે APMC ખાતે ચેરમેન, વાઇસ ચેરમેનની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં આ નિમણૂક ભારતીય જનતા પાર્ટી ના મોવડી મંડળ દ્વારા કરવામાં આવી હતી.

APMC ના તમામ સભ્યોએ મોવડીના નિર્ણય ને સ્વીકાર્યો હતો અને દાહોદ એગ્રિકલચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં ચેરમેન તરીકે કનૈયાલાલ કિશોરી અને વાઇસ ચેરમેન તરીકે કૈલાશ ખંડેલવાલ ની નિમણૂક કરતા ભાજપમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ નિમણૂકમાં કનૈયાલાલ કિશોરી સતત ત્રીજી વખત APMC ના ચેરમેન બનાવાયા હતા અને પાર્ટીએ તેઓ ધારાસભાની ચૂંટણીમાં હારી ગયા હોવા છતાં વિશ્વાસ મૂકી અને ફરીથી એક વખત તેઓને ચેરમેન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here