દાહોદ LCB – SOG એ મીરાખેડી હત્યા કેસના મુખ્ય આરોપીને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો

0
251

 

 

This news is Powered By RAHUL Honda 

દાહોદ LCB – SOG એ મીરાખેડી હત્યા કેસના મુખ્ય આરોપી ને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો.

દાહોદ જિલ્લાના મીરાખેડી ગામે ગત થોડા દિવસો અગાઉ એક રૂપખેડાના પારસિંગ ભુરિયા નામક યુવકની લાશ ઝાડી ઝંખરામાંથી મળી આવી હતી. આ યુવકની ગોળી મારી હત્યા કરાઈ હોવાનું પોલીસને જણાયું હતું. જેથી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળ ની તપાસ વધુ તેજ કરી હતી.

 આ તપાસના પરિણામે દાહોદ જિલ્લા પોલીસની ટીમે થોડા દિવસ અગાઉ આ હત્યાના બે પૈકીના એક સાગરીતને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને પોલીસને તેના સાથી અને મુખ્ય આરોપીનું નામ આપ્યું હતું. જેના આધારે પોલીસે તે આરોપીની અટક માટેના ચક્રો ગતિમાન કર્યા અને બાતમીઓ મેળવવાની શરૂ કરી. જેને આધારે
દાહોદ LCB – SOG પોલીસ ને બાતમી મળેલ કે મીરાખેડી હત્યા કેસ નો મુખ્ય આરોપી કિરણ પુંજાભાઈ ડામોર  લીમડી પાસે આવેલ પોતાના ગામે ડુંગરા જવાનો છે. જેના આધારે LCB – SOG પોલીસ વેશ બદલી અને ડુંગરા ગામના રોડ ઉપર ઉભી રહી ગઈ અને વાહનોનું ચેકીંગ કરતા અચાનક કિરણ પુંજા ડામોર આવી ગયો હતો અને તેને રોકીને ચેકીંગ કરતા તેની કમ્મરના ભાગે તમંચો ભરાવેલો હતો. પોલીસે તેને અટક કરી અને ઘાનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસે આ દેશી તમંચો ક્યાં આવ્યું તેવું પૂછતાં તેને કહ્યું કે આ તમંચો તેને નાગા ઉર્ફે નાગેશ તાજસિંગ નિનામા લીમડી પાસેજ કાળી મહુડી ગામનો છે અને તે લીમડીના મર્ડરમાં અગાઉ પકડાઈ ચુક્યો છે.
ચોકવનારી વિગત એ છે કે આ હત્યા કેસના બંને આરોપીના બંને આરોપી નાગેશ તાજસિંગ નિનામાં અને કિરણ પૂંજાભાઈ ડામોર  અને પારસિંગ ભલાભાઈ ભુરિયા જેની હત્યા આ આરોપીઓએ કરી અને લાશ મીરાખેડી ગામે ખાડામાં નાખી ઝાડી ઝાંખરા ઢાંકી દીધા હતા. તે ત્રણે સાથે દેશી હથિયારોની ગેરકાયદે હેરાફેરી કરતા હતા અને હિસાબના રૂપિયાની લેવડ દેવડ મામલે નાગેશ અને કિરણે ભેગા મળી ગોળી મારી પારસિંગની હત્યા કરી અને લાશ ઝાડીઝાંખરમાં નાખી નાસી ગયા હતા
ત્યાર બાદ દાહોદ LCB – SOG ની ટીમે મીરાખેડી ગામના ચકચારી હત્યા કેસના ગુનેગારો ઝેર કરીને ટૂંક સમયમાં પકડી અને લીમડી પોલીસને હવાલે કરી દીધા છે. લીમડી પોલીસે 302 મુજબ હત્યાના ગુનામાં આગળની કાર્યવાહી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here